પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૪૯ ]


'

હું એક ઢંકાયેલા જવાહિરની પેઠે છૂપેલો હતો;
'મને મારા બળતા તણખાએ ખુલ્લો કર્યો.'

એ મુજબ આત્મદર્શનનો અનુભવ તે પામે છે. ઉપનિષદ પ્રમાણે બોલીએ તો:–

'<poem>

'पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते' । बृ. उ.

તદનુસાર ‘પૂર્ણમાંથી પૂર્ણ જાય છે, ત્યારે જે અવશિષ્ટ રહે, તે પૂર્ણ' સ્વરૂપનો અનુભવ આશકને થાય છે. જીવની સ્થૂળ દ્રષ્ટિએ આપેલું જગતપણું પૂરેપૂરું બાદ કરતાં પૂર્ણ બ્રહ્મનું વિરાટ રૂપ જ રહે છે, દેહાત્મભાવનું 'હું' લય પામે છે - अहं ब्रह्मास्मि નું સર્વસામાન્ય 'હું' જાગે છે જે પૂર્ણ છે. તપ અને યોગદ્વારા સૂફી સ્થૂલેચ્છાઓને ક્રમે ક્રમે જીતવા માંડે છે અને માટીનું શરીર તે માટીનું જ છે, જે પદાર્થોમાં સુખ માનવામાં આવે છે, તે પણ માટીના શરીરની પેઠે માટીના છે અને હકીકતમાં માટીની કશી જ ગણના નથી, એ વાત તેના હૈયામાં કાયમને માટે લખાઈ જાય છે. દુનિયાને સૂફી આશકો સાથેનો વિરોધ, અલબત્ત, કાયમનો તો નહિ જ પણ લાંબા કાળનો તો છે જ. સૂફી આશક નવી દ્રષ્ટિ 'ફના-ફિલ્લાહ' પછી 'બકા'ના કે 'હાલ'માં આવે ત્યાં સુધી એવો વિરોધ રહે એ સહજ છે, બલકે ત્યાં સુધી એવું વૈમનસ્ય એ જ પરસ્પરનું લક્ષણ છે. વ્યક્તિમાં સમષ્ટિને અને તેના નિયામકને જોવાની અદ્દભુત આંખ આશકને પ્રેમે પોતે જ નજર કરેલી હોય છે અને આશક જાતે જ્યાં સુધી 'બકા’ના હાલમાં આવે ત્યાં સુધી આખી દુનિયાને પોતાની આંખ લગાડવાને અસમર્થ હોય છે; તેની એ લાચારી તો ઘણીકવાર ગઝલોમાં રડે છે એ આપણે જોઈએ છીએ. આપણા દેશના ભક્તોને અને દુનિયાનો એખલાસ કેટલો છે. તે પણ આપણને વિદિત છે.