પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૫૩ ]

પીર ખ્વાજા સાહેબને જ સર્વસ્વ માને છે અને ઉપાસે છે. કેટલાક હઝરત મહમ્મદ પૈગંબર સાહેબને અને કેટલાકો સૂફીવાદના મૂળ સ્થાપક હજરત અલી સાહેબને ધ્યેય માને છે. કેટલાક પરમાત્માની મન:કલ્પિત મૂર્તિને લક્ષ્ય કરીને પ્રેમયોગ વડે ભક્તિ અને ચિન્તવન કરે છે અને ઉષ્માદ્વારા માર્ગ પામીને પ્રકાશમાં ભળે છે. એક પયગમ્બરની કથા એવી પણ કહેવામાં આવે છે કે જે સાંભળીને હાલની બુદ્ધિમાન પ્રજાને કદાપિ હસવું પણ આવે. કહે છે કે તેમણે એક મુમુક્ષુને પાડા તરફના દ્રઢ પ્રેમ પરથી ઈશ્ક હકીકીની તાલીમ આપી હતી અને તેમાં તે પ્રેરિત પુરુષ સફળ થયા હતા. બાબા પ્રેમાનંદભારતી તો એટલે સુધી કહે છે અને બેશક તે સાચું છે કે હૃદયને જે વધારેમાં વધારે પ્રિય લાગે તેને ચાહવું અને જો કોઈ વ્યક્તિને ચાહવાનું ન બની શકતું હોય, તો प्रेम એ શબ્દની મૂર્તિ કલ્પીને લક્ષ્ય સ્થાને તેને રાખીને યોગી થવું અને એ તલ્લીનતાથી પણ પરમાત્માના પુણ્યપ્રકાશનો આત્માનુભવ અવશ્ય થશે. ઉપરાંત, આપણી ભાષામાં પ્રભુને માતા તરીકે પરમપ્રેમથી ઉપાસના કરનારાં કેટલાંક કાવ્યો લખાયેલાં છે અને તેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને બીજા અવતારો એ દેવીના જ છે, એમ ભક્તોએ સ્તુતિ કરતાં ગાયેલું છે. (જુઓ વલ્લભનો ગરબો, બૃ. કા.)

મિઝાજી અને હકીકી ઈશ્કના સંબંધ વિશે મૌલાના જામી 'યુસૂફ-ઝુલેખા' વિશે લખતાં એક પ્રસંગે કહે છે:–

"શુનીદમ શુદ મુરીદે પેશ પીરે,
"કે બાશમ દર સલુકશ દસ્તગીરે;
"બી ગુફ્ત અર પા નશુદ દર ઈશ્કત અઝ જાયે,
“બી રવ આશક શવ વાંગેહ પેશે મન આયે;
“મ તાબ અઝ ઇક રૂ ગરચે મિજાઝેસ્ત,
“કે આં બહેરે હકીકત કાર સાઝેસ્ત;