પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૫૬ ]

દુશ્મન છે અને હરકોઈ નીતિવેત્તા (મૉરેલિસ્ટ) સ્વચ્છંદ, વ્યભિચાર અને વિલાસને ધિક્કારવામાં જેટલો આગ્રહી હોઈ શકે, તેના કરતાં તે ઘણો વધારે આગ્રહી અને પવિત્ર છે. એકપત્નીવ્રત પાળનાર સામાન્ય ધર્મબુદ્ધિના વ્યાવહારિક મનુષ્ય કરતાં, સૂફી ઇશ્કના આશકનું હૃદય ધર્મ, નીતિ અને તત્ત્વની બાબતમાં ઘણું આગળ વધેલું હોય છે. ભોગવિલાસની નજરથી 'જોવું' એ જ સૂફી ઇશ્કના રાહદારી માટે ગંભીર પાપ છે અને તેથી કહેવું જોઇએ કે દુનિયામાં કોઈ પણ પ્રકારની નિરંકુશ બદી હોય તો તેને ઉમેરવાને નહિ, પણ મનુષ્યમાં રહેલા ઈશ્વરી બળનો પ્રવાહ તેના પોતાના મૂળ તરફ વાળવાને જ આવા સાહિત્યનો ઉપયોગ છે. સ્નેહ એટલે આન્તરનું અર્પણ, સ્નેહ એટલે શરીરનો નહિ, પણ આત્માનો આવિર્ભાવ અને સ્નેહનું દર્શન એટલે પ્રભુતાનું દર્શન. વ્યક્તિમાં એવું દર્શન થવા છતાં, આશક પોતાની પ્રિયતમાને કદાપિ પણ ભોજ્યા માનતો નથી – માની શકતો નથી, એ ખાસ કરીને લક્ષમાં રાખવું જોઈએ. સ્નેહ અથવા ઇશ્ક એ ભક્તિ છે અને આશક તે ભક્ત છે. અને ભક્તને તે પ્રભુનાં દર્શન થયા પછી પોતામાં પોતાની નાલાયકાત અને પ્રભુની અગાધ મહત્તા સિવાય બીજા વિચારો આવવાને અવકાશ જ નથી. આપણે જોઈએ:-

“સનમકા નૂર દેખા હય, ખુદાકા નૂરકે બદલે;
“હુવા હય દાગદિલ રોશન, ચેરાગહ તૂરકે બદલે.
* * *
“અનલહક્કે યવઝ લબ પર, અનલમહબૂબ જારી હો;
"ચ્હડાયેં દાર પર મુઝકો અગર મનસૂર બદલે.
(ગઝલે દાગ)

(પરમાત્માના જ્યોતિને બદલે સનમનું નૂર જોયું છે; તૂરના પહાડ પર પયગમ્બરને થયેલી ઝાંખીને બદલે મને દિલમાંનો