પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૫૮]


સરખાવો: ‘તમે હાથે કરીને જ હેરાન થાઓ છો–કોઈ બીજું તમારા ઉપર જબરદસ્તી કરતું નથી. કોઈ તમને બાંધી રાખતું નથી કે તમે જીવો કે મરો.'

સરખાવો:

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मने बन्धुरात्मैव रिपुरात्मनः ॥
भ. गी. ६.५

મસ્નવીમાંથી નીચેની એક વાત આપણને ઉપયોગી છે:

કોઈ આશકને એક પ્રસંગે તેની પ્રિયતમાનાં દર્શનની તક મળી. તેણે તેને હૃદયથી ચાંપીને ભેટવાને બદલે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને તેને વાંચી સંભળાવવા માંડ્યો. તે કાગળમાં એ જ માશૂકના રૂપની, તેના પૂર્ણત્વની અને તેના વિયોગમાં તે તેને કેટલા બધા પ્રેમથી ચાહતો તેની તારીફની તથા પોતાના દર્દની ગઝલો લખેલી હતી. તે સાંભળતાં માશૂકે તેને કહ્યું કે, 'હવે તો તમે સાક્ષાત્ મારી પાસે જ છો અને તેથી વિયોગના આવા વિલાપ અને દુ:ખના ઊભરા વાંચવામાં અત્યારે વખત ગાળવો એ તેનો અવળો ઉપયોગ છે. આપણને રૂબરૂ મળવાની જે લહાણ મળી છે, તેનો આ પ્રમાણે અવળો ઉપયોગ કરવો એ સાચા પ્રેમીને ઘટતું નથી. આ ઉપરથી તો સ્પષ્ટ થાય છે કે, તમારા પ્રેમની ખરી વસ્તુ હું નથી, પણ તમે ખરેખર જ જેને ચાહો છે, તે વસ્તુ તો તમારી પોતાની જ હાલમસ્ત દશા અને તેને લગતી તમારી પોતાની જ કવિતાના આલાપો છે. પાણીથી વિખૂટી પડેલી માછલી લાંબા કાળ પછી જેવી રીતે પાણીને જુએ તેવી રીતે હું તમને જોઉં છું, પણ તમે તો મારાથી જાણે તે રોકી રાખો છો. આ તો એવું છે કે જાણે હું અત્યારે લાહોરમાં હોઉં અને તમારું કોઈ પ્રેમપાત્ર લંકામાં હોય ! હૃદયને જેના તરફ ખરેખર પ્રેમ હોય છે, તે તો એવો