પ્રેમગાન ગાય છે, એ આપણે ઘણી લાગણીથી જોઈએ છીએ: ઈશ્કનાં મુબારક તખ્ત મિસાલ એમનાં કોમળ હ્રદયમાંથી આપણને જે પ્રસાદ મળે છે તે પણ કેવો છે !
“જગત બાગે તું વેપારી, ખરીદી તારી છે ન્યારી;
“બધું તારું, નથી મારું, હરિ–સુખરૂપ જે ચારુ.”
(સૌ. હરિસુખગૌરી, 'ગૂજરાતી ગઝલિસ્તાન', પૃ. ૨૧૭)
એ ઉદ્દગારો ત્રિભુવનને બાગ કલ્પીને તેના માળીને સંબોધેલા છે, અને તેમાં શ્રદ્ધા છે, સ્નેહ છે, અર્પણ છે.
ગઝલનું લક્ષણ દર્દ અને મસ્તી એનું પણ રુદન અને નિરૂપણ ગુર્જરી દેવીઓ કરે છે :–
“હવે સંન્યાસ આ ધાર્યો, ધરી કફની જ્યહાં અંગે !
“કહો ત્યારે હવે શાને, રહેવું સ્વાર્થીની સંગે ?
“ભલે ! રણમાં વસી, વનમાં, જીવન મારું બધું ગાળું !
“ગણી ખોટો-સોદો ખોટો ! સકલ સંસારને જૂઠો !
"અરે ! યોગી ! વિયોગી હું, સદા છું પ્રેમની યોગી;
"નહીં યોગી ! સદા યોગી ! સદા સંન્યાસિની હું તો !”
(સૌ. કાન્તા, ‘ગૂજરાતી ગઝલિસ્તાન', પૃ. ૨૧૬)
અને
“શૃંગાર કે સૌંદર્ય, રસ કે પ્રીતિ હૃદયે છે નહીં,
“વૈરાગ્ય વાધ્યો ઉરમાં ને સ્નેહજ્યોતિ ઈશની.
“મારે હવે સંસારમાં શું સ્નેહથી છે શોધવું ?
“ચિન્તામણિ આ દેહથી ચિન્તામણિ હું મેળવું.
* * *
"મિથ્યા બધો સંસાર આ પરપંચનો દરબાર છે,
“મિથ્થા બધી ઘટમાળ ને મનુ પરમ મૂરખરાજ છે.
“મનુષ્યો તણી જગ સફર ઊભી હું કિનારે જોઉં છું,
“ડૂબી ગયાં, કે ડૂબતાં, ડૂબી જશે, હું રોઉં છું.