પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૭૦ ]

આવો અનુભવ પવિત્ર હૃદયની લાંબા કાલની લીનતાનું પરિણામ છે - તપાન્તે જન્મતું આત્મદર્શન છે. મૌલાના રૂમી સાહેબ કહે છે કે, એ દશા સમજવાને તો તેનો પ્રત્યક્ષાનુભવ થવો જોઈએ. 'ગુલ્શને રાઝ' (એટલે “રહસ્યનિકુંજ”) માં મહાત્મા મહમ્મદ શબિસ્તરી સાહેબ સમજાવે છે કે, જ્યારે પરમાત્મપ્રાપ્તિનો ઉમેદવાર તે અસીમ ભવ્ય જ્યોતિની લગભગ છેક નજીક આવી પહોંચે છે, ત્યારે તે જ્યોતિના નિ:સીમ પ્રકાશને લીધે મનની દ્રષ્ટિ કેવળ બંધ થઈ જાય છે - અને તે વખતની એ દશા છે.

આવો સ્વાનુભવ થવો એ અતિ વિરલ છે. કેટલીક ફારસી, ઉર્દૂ અને હિન્દી ગઝલોમાં આપણે આવા ‘હાલ જોઈએ છીએઃ-

'મૈ ખુદ હૂં ખુદાઃ ઈશ્કકે મયખાનેમેં દેખા :
જંગલમેં ન કાબેમેં: ન બૂતખાનેમેં દેખા.
'મનસૂર ચ્હડા સૂલીપેં, પુકારાઃ–અનલ હક !
'આશક્કો મઝા હમને યૂં મર જાનેમેં દેખા.
* * *
'ફના ક્યૂસી ? બકા ક્યૂસી ! જબ ઉસ્કે આશના ઠેરે!
'કભી ઇસ ઘરમેં આ ઠેરે ! કભી ઉસ્ ઘરમેં જા ઠેરે!
'જો ચશ્મે ગ્હૉરસે આઈન-એ-તૌહિદકો દેખા :
'તો સબ કુછ તૂંહિ તૂં હય તૂં, ન કુછ બેખુદનુમા ઠેરે!
'હકીકત ખોલ દી આઈન-એ-વહદતમેં દોનોકી :
'ન તુમ હમસેં જુદા ઠેરે, ન હમસે તુમ જુદા ઠેરે!”
(ગઝલે અમીર)

'જિસ્કો હૈ કહતે ખુદા હમ હિ તો હૈ !
'માલકે અર્ઝ–ઓ–સમા હમ હિ તો હૈ!
* * *
"કૌન કિસ્કો સિર ઝુકાતા અપને આપ ?
"જો ઝુકા જિસ્કો ઝુકા હમ હિ તો હૈ !