પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુજરાતની ગઝલો

નર્મદાશંકર

૧ : ચંદા


આહા ! પૂરી ખીલી ચંદા, શીતળ માધુરી છે સુખકંદા;
પાણી પર તે રહી પસરી, રૂડી આવે લહેર મંદા. આહાο
શશી લીટી રૂડી ચળકે, વીળે હીલે તે આનંદા. આહાο
ઊંચે ભૂરું દીપે આસમાન, વચ્ચે ચંદા તે સ્વચ્છંદા. આહાο
નીચે ગોરી ઠરે નેનાં, રસે ડૂબ્યા નરમદ બંદા. આહાο

બાલાશંકર

ર : દીઠી નહીં !

બલિહારી તારા અંગની, ચંબેલીમાં દીઠી નહીં;
સખ્તાઈ તારા દિલની, મેં વજ્રમાં દીઠી નહીં.

મન માહરું એવું કૂંળું, પુષ્પપ્રહાર સહે નહીં;
પણ હાય ! તારે દિલ દયા, મેં તો જરા દીઠી નહીં