પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૯ ]


સજન ગરીબ મારી હાલતે ઉપહાંસી કાં ધરે?
હમારા ભર્યા ભંડારની ખબર નથી મળી !

હૃદયકોષ માંહી પ્રેમરત્ન લાવીને ધર્યું,
સમર્પણ કર્યું તને અમૂલ્ય મેં રળી રળી !

અહા! કીમીયો વો દીઠો એ રત્નમાં ખરો,
દેખું માંહી મદભરી છબી છકેલી કોમળી !

જોને પળ ઘડી ઘડી પછી દિનરાત વહી જશે,
જશે આખરે શરીર આ ફકીરનું બળી !

દાગ લાગશે હમેશનો ગરદન પરે સજન !
ઊઠી ધૂમ આવશે શરીરથી બળી બળી !

જ્વાળ લાગશે ભડભડ કરીને શબ્દગર્જના,
પ્રીતમ ! તુંહી તુંહી તુંહી ! એ પ્રેમરંગમાં ભળી.

મૂકી માન માનિની, ઘડી દે સુખે સોબતે,
પડ્યો બાલ પરમ પાય પ્રીતમને લળીલળી.


૧૧ : નાદાન બુલબુલ


ઊડો નાદાન મન બુલબુલ, રહો ગુલઝારમાં ના ના;
વફાઈ એક પણ ગુલની, દીઠી ભર પ્યારમાં ના ના.

સુણાવ ગાનની તાનો, જઈને દ્વાર દર્દીને;
અરે બેદર્દીના દર્દ, રહો દરકારમાં ના ના.

રહો જ્યાં ચંગ ને ઉપંગ, વીણા નાદ વાજે છે;
ઘડી આ બેવફાઈના રહો દરબારમાં ના ના.

કદાપિ રાતભર રો તું, સહી શરદી ગરીબીથી;
પરંતુ બોલ એ પ્યારે, જુલમગારે દીધો ના ના.