પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૩ ]


પ્રિયા ! મૂર્છાથી છૂટી થા, પ્રિયા ! ખોળેથી બેઠી થા:
સરિતા ! પૂર ભરી આવી, અટકી રહી કેમ આ આધી ?

કહે સત્કાર સાગર આ, ઉછાળે નીર-ઝાલર આ,
હવે વિશ્વંભરે જે રચ્યો, પ્રિયા, સંકેત તે આ મચ્યો.

પ્રિયા ! મૂર્છાથી છૂટી થા, પ્રિયા ખોળેથી બેઠી થા !
ઉઘાડી આંખ જો ને જો ! અલખ-સંકેત શો આ મચ્યો ?

નવે દેશે નવા વેશ, જગતનું કામ નહીં લેશ;
નવા વિશુદ્ધ ધર લોભ, મને તે લોભમાં યોજ.

પ્રિયા ! મૂર્છાથી છૂટી થા, પ્રિયા ! ખોળેથી બેઠી થા,
દિવસ દુઃખના ગયા નાસી ! ભર્યા તુજ કાજ રસરાશિ.

પ્રિયા ! મૂર્છાથી છૂટી થા, પ્રિયા ! ખોળેથી બેઠી થા;
ઉઘાડી આગળા દેને, મનઃ પૂત તારું ગણી લેને.


કલાપી

૨૧ : અમારા રાહ


કટાયેલું અને બૂઠું ઘસીને તીક્ષણ તેં કીધું;
કર્યું પાછું હતું તેવું, અરે ! દિલબર હૃદય મારું.

ગમીના જામ પી હરદમ ધરી માશૂક ! તને ગરદન;
ન ખંજરથી કર્યા ટુકડા ! ન જામે ઈશ્ક પાયો વા.

પછી બસ ! મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;
સિતમગર તોય તું મારો, ખરો ઉસ્તાદ છે પ્યારો.

ગુલો મેં બાગનાં તોડી દીધાં સૌ ધૂળમાં ચોળી;
બિછાનું ખારનું કીધું, ઉપર લોટી રહ્યો તે હું.