પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૯ ]


મુજ ઊર્મિ એ તમ વારિધિ, તમ વારિધિ મુજ ઊર્મિ છે;
જે હિકમતે આ જે બન્યું તે જાણશે કોઈ નહી.

શું પૂછવું ? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી;
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં.


રપ : સનમને સવાલ


તું યાર ક્યાં ? દુશ્મન કયો? જાણું નહીં !
આ દિલ ધડકતું જાય ક્યાં? જાણું નહીં !

આવે ધરી આ દુશ્મનો તારી શિકલ;
યા આંખ આ અંધી બની? જાણું નહીં.

છે હાથ તો લાંબો કર્યો, દોરાઉં છું;
છે દોરનારૂં કોણ આ ? જાણું નહીં.

           × × ×

છે તો ચમન તારો રચેલો તેં ખુદે;
ચૂંટું ગુલો યા ખાર આ? જાણું નહીં.

જાદૂભરી બુલબુલ બજાવે વાંસળી;
તેની ઝબાંમાં કોણ છે? જાણું નહીં.


૨૬ : સાકીને ઠપકો


સાકી, જે શરાબ મને દીધો દિલદારને દીધો નહીં;
સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં.

મુજ ચશ્મમાં ચરખો ફરે, કદમે બદન લથડી પડે;
દિલદાર તો મલક્યા કરે, નકી યારને પાયો નહીં.