પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ પપ ]


જહીં ઝખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઈશ્કનાં દર્દો બધાં એ વહોરનારાઓ.

અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી,
ન વાંચે કોઈ યા વાંચે, ન પરવા રાખનારાઓ.

ગરઝ જો ઈશ્કબાજીની, અમોને પૂછતા આવો,
બધાં ખાલી ફિતૂરથી તો સદા એ નાસનારાઓ.

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પહોંચતી ત્યાં ત્યાં,
ઝમી ને આસમાનોના દડા ઉડાવનારાઓ.

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે,
અમે આરામમાં ક્યાંયે સુખેથી ઊંઘનારાઓ.

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ એ ડરતાં,
અમે જાણ્યું, અમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ.

ઝખમથીજે ડરી રહેતાં,વગર ઝખમે ઝખમ સહેતાં;
અમે તો ખાઈને ઝખમો ખૂબી ત્યાં માનનારાઓ.

બની ઉસ્તાદ આવો તો થશે આંહી તમે ચેલા,
મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ.

અમારાં આંસુથી આંસુ મિલાવો, આપણું ચાવી;
પછી ખંજર ભલે દેતાં, નહીં ગણકારનારાઓ.


૩૧ : ઈશ્કનો બન્દો


જો ઈશ્ક ના તો શું ખુદા ? આલમ કરી તોયે ભલે.
જો ઈશ્ક ના તો શું જહાં ? એને ખુદા યે શું કરે ?