પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬૦ ]


હું જેમ આ ઘટતો ગયો, આપે બઢાવ્યો તેમ તેમ;
જ્યાં જ્યાં પડું ત્યાં ઝીલવા હાજર ખડી છે આ રહમ.

મારો સિતારો જોઈ આ તીખા બન્યા છે દુશ્મનો;
ગાફેલ છું હું એ બન્યો, આ આપની જાણી રહમ.

યારી ન છૂપે આપની, છાની મહોબત ના રહેઃ
જાણી ગઈ આલમ બધી, તે ના જવા દેજો રહમ.

આ ચડાવી છે મૂક્યો આ આપનો આપે ગુલામ,
તે મહેરબાની જિરવાયે એટલી માગું રહમ.

જ્યાં જ્યાં ચડાવો ત્યાં ચડું છું હાથ હાથે લેઈને,
એ હાથ છૂટી ન જવાને દમબદમ હોજો રહમ.

નીરની સાથે ચડે છે નીરનાં ખીલી ફૂલો;
ના ઊતરતું નીર સાથે, નીરને છાજે રહમ.

લાખ ગુનાઓમાં છતાં છું આપનો ને આપથી;
લાજે જબાં, માગું છતાં–આબાદ હોજો આ રહમ.


૩૪ : તમારી રાહ


થાળે તમારી રાહમાં ઊભો રહી હાવાં, સનમ !
રાહત ઉમેદીમાં હતીઃ જાતી ગળી હાવાં, સનમ !

પી કાફરોના હાથનું પાણી ઊગેલું ઘાસ, તે
મિટ્ટી ગણી અંગે વીંટાયું મૂળ નાખીને, સનમ !

પહાડો હતા, રેતી બન્યાઃ રેતી બની પહાડો; અને
આવી કબર સામે ઊભીઃ જાગી–ઊઠે કાં ? સનમ !