પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૨ ]આઠે પ્રહર તુ જ પ્રેમની મદિરા પીને હું છકીશ જા;
બની યાદમાં ગુલતાન ભૂલી ભાન નિત્ય બકીશ જા.

મારી ચમેલી રસભરી, મારી ચમેલી જપીશ જા;
આ પ્રેમઘેલો છે બનેલો ભલે હું એમ ખપીશ જા.


૪૪ : સનમની નિગાહ


નિગાહ તુજની, અરે ! બદમસ્તીમાં હુશિયાર કેવી છે ?
અમારું દિલ ચુરાવાને, કહો ! તૈયાર કેવી છે  ?

અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી;
શહીદે નાઝ ! બતલાવો કે આમાં ધાર કેવી છે ?

જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલમહીં લાગી;
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે ?

ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું;
જરા દિલબર ! બતાવોને અહા ! તલવાર કેવી છે !


૪પ કાફી છે


કતલ આશકને કરવાને નિગાહ તલવાર કાફી છેઃ
વિરહના ઝખ્મને કાજે મર્હમ દિદાર કાફી છે !

પરેશાં દિલ દીવાનાને નથી દરકાર જંજીરની
અમોને યાદ કરવાને હૃદયનો તાર કાફી છે !

નથી તસ્બીહ, નહીં સિઝદા, નહીં મતલબ ક્તિાબોથી;
તસવ્વર દિલ થયું છે આ, બસ ! એ તકરાર કાફી છે,