પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૫ ]


સફરનો હતો ચરસ:
ગણતો હતો ઘણી સરસ;


દીસે ઘણાં થયાં વરસ ઝુકાવી છે મેં કિસ્તી !


૪૯ : મનહર મૂર્તિ
(કવ્વાલી)


દેવે દીધી દયા કરી મને,
અહા ! મૂર્તિ મનોહર માશુકની !

નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી
મૃદુ, મૂર્તિ મનોહર માશુકની !

નયને કંઈ નૂર નવું ચળકે,
વદને નવી વત્સલતા ઝળકે;
સખી ! એક જ તું ગમતી ખલકે
મને, મૂર્તિ મનોહર માશૂકની !

શિરકેશ સુકોમળ સોહી રહ્યા,
સ્મિત જોઈને તારક મોહી રહ્યા;
કામધેનુ શી બાલક દોહી રહ્યા,
તને, મૂતિ મનહર માશુકની !

હૃદયે શુભ, ઉજ્જવલ ભાવ ભરો,
પ્રણયામૃતની પ્રિય ધાર ધરો;
સહચારમહીં ભવપાર તરો,
સખી ! મૂર્તિ મનોહર માશુકની !