પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૬ ]


નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી
મૃદુ, મૂર્તિ મનહર માશૂકની !
દેવે દીધી દયા કરી કેવી મને,
અહા! મૂર્તિ મનોહર માશૂકની !


૫૦: આપણી રાત
(કવ્વાલી)


શરદ પૂનમની રઢિયાળી સદા,
મને સાંભરે આપણી રાત, સખી !

હસે આકાશે ચંદ્રમા તારા લસે;
મને સાંભરે આપણી રાત, સખી !

વદને નવજીવન નૂર હતું !
નયને પ્રણયામૃત પૂર હતું !
હૃદયે રસમાં ચકચૂર હતું !
મને સાંભરે આપણી રાત, સખી !

નાહતાં નાહતાં પ્રકાશમાં, પ્રેમતણી,
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી;
કલ્પનાની ઈમારત કૈંક ચણી,
મને સાંભરે આપણી રાત, સખી !

તારું સ્વાર્પણ અંતરમાં જ લહું;
કથા અદ્‌ભુત એ જઈ કોને કહું?
સ્મરનાં જળમાંહી નિમગ્ન રહું:
મને સાંભરે આપણી રાત, સખી !