પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૭ ]


રાત રૂપાળી, રૂડી, રસાળી હતી:
આશકોની અપૂર્વ દિવાળી હતીઃ
આખી ઉત્સવ માફક ગાળી હતી :
મને સાંભરે આપણી રાત, સખી !

પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગે અંગનો ઉત્તમ ભોગ થયો,
અને આખર આમ વિયોગ થયો :
મને સાંભરે આપણી રાત, સખી !

હસે આકાશે ચંદ્રમા, તારા લસે,
મને સાંભરે આપણી રાત, સખી !

શરદ પૂનમની રઢિયાળી સદા;
મને સાંભરે આપણી રાત, સખી !


લલિત'

૫૧ : મજા ક્યાં છે ?


ક્યાં છે મજા ક્યાં છે મજા? કહે તું મુસાફર ખલ્કના !
દુનિયામહીં ક્યાં છે મજા? માની લઉં શામાં મજા ?
છે ક્યાંઈ ખાણ ખુશાલીની આ ખલ્કને કોઈ ખૂણે?
દેખાડી દે ! જો હોય તો, ખોદી લઉં ત્યાંથી મજા !

આલમ સુણે બહેરી ન ગાણું જ્ઞાનનું દરિયા તણું,
ને દુઃખ પોતાનું રડે તે માની લઉં શેમાં મજા?
રોવે હસે અસ્થિર ભૂત શોધે ન 'શું-ક્યાં સત્ય છે?'
દુઃખભાર લઈ મૂંગી ફરે ધરતી, લઉં શેમાં મજા ?