લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૯ ]


સુણે ન કો, રડવું જુએ ના મુજ હાલત આલમે;
દેખું જ તેને રડતી હું તો દુનિયામાં ક્યાં મજા ?

દુનિયા મહીં, ભાઈ ! નથી−ક્યાંઈ નથી−કાંઈ મજા.
ગમગીનીનો ભંડાર આ છે−માનું તો શેમાં મજા ?

ઝિન્દગી છે જ્યાં સુધી સહેવું બધું રે! ત્યાં સુધી;
આ ઝિન્દગી પૂરી થશે તો આવશે ઊંચી મજા.

સ્મરવાં ગએલાં સ્નેહીને, રડવાં ગએલાં સ્નેહીને;
ભગ્નાશ જીવિત મુજ એ છે, હાલ તો કહો તે મજા !

કહો તે મજા કે દંભ કે મૂર્ખાઈ ડહાપણ જે ગમે,
અવસાન સુધી હૃદય મુજ તેમાં જ માની લે મજા.

અવસાન બાદ ઊડી જતાં, અકળિત અગમ્ય જ સ્થાનમાં,
આ ખલ્કમાં નથી ક્યાંઈ એવી લહીશ ત્યાં સાચી મજા


ખબરદાર

પર : રસહેલ


અખંડ એક ધાર અજબ કો વહી રહી,
ખુલી ખુદાઈ ત્યાં જુદાઈ કો નહીં રહી !

ભીંજાય સકળ ખલક ત્યાં ન ઝલક કો જુદી,
કરોડ આંખ નૂર તે એક જ ગ્રહી રહી!

અનંતમાં ઝગી રહ્યા અગણિત તારલા,
ન આંખ તેની કો કથા જુદી કહી રહી !