પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮૦]


ન સૂર્ય જ્યોતિ જેવું કો ન ચંદ્રિકા સમું,
અનામી નર એવું ખલક સૌ ચહી રહી !

રસે રસાય જ્યાં બધું જ સમરસે શમી,
ન આભ અવનિ કેરી ભિન્નતા તહીં રહી !

ન દિવસ, રાત, કાળ, સ્થાન, રંગ, રૂપ કો;
અખંડ એકતાર લહર એ મહીં રહી !

ધગે ન ધામ કે ન ભોમ શીતથી ધ્રુજે,
તૂટેલ તારને જ એ થીજી દહી રહી !

અનંત વિશ્વમાં સમાય દેવજ્યોતિ એ, .
દશે દિશાથી સ્નેહધોધ શી સહી રહી !

ડૂબ્યાં પ્રપૂર્ણ એ રસે, તર્યાં જ તે બધાં,
અચૂક અમર બુટ્ટી એવી છે જહીં રહી!

ઉતારી દેહપટ જુઓ બધું જ બ્રહ્મ આ !
અદલ જુદાઈ ત્યાં પછી કોની કહીં રહી?


પ૩ : જીવનઘટના ઘા


તારા ઘા પર ઘા મને મારી રહ્યા,
પ્રભુ ! તોય તે ઝીલું હું પુષ્પ સમા;
મારો જીવનઘાટ ઉતારી રહ્યા,
પ્રભુ ! કેમ ગણું પછી તે વસમા?

મારી મટ્ટી છુંદાઈ પિસાઈ રહી,
મારી જિંદગી ઝૂકી ઝુમાઈ રહી,