દૂર દિલથી કહું સંસાર કરૂં કે ન કરૂં?
હૃદયમાં આપનું આગાર કરૂં કે ન કરૂં ?
તમે કરશો કે જફા મારી વફાને બદલે?
કહોને, અય સનમ ! હું પ્યાર કરૂં કે ન કરૂં ?
સામે આવું છું તો પરદામાં મુખ છુપાવે છો..
દાર પર થાય, તો દિદાર કરૂં કે ન કરૂં ?
નાક તકફૂલ કમલ મુખ ને આંખ નરગિસનીઃ
બધું લઈને ગળે હાર કરૂં કે ન કરૂં ?
હાથ તલવાર ધરી, શીશ આશકે નામ્યું,
પછી વિચાર વળી, વાર કરૂં કે ન કરૂં?
કઓલ પહેલાં મને માગ્યા વિના આપી બેઠાં,
હવે ખિયાલ એ, દરકાર કરૂં કે ન કરૂં?
બૂતો બેકદ્ર છેઃ લાખોને કર્યા છે પામાલ;
દિલ હું આપીને ઇતબાર કરૂં કે ન કરૂં?
મારું દિલ છીનવી, ના કહે છે આપવા પાછું:
તોછડું લાગશે, તકરાર કરું કે ન કરું?
બહુ તરસાવી બગલગીર થયો છે ઐયાર:
બોસા લાખો લઈ બેઝાર કરૂં કે ન કરૂં?
કોટિ સર દાર પર જેણે ચઢાવ્યાં છે અમૃત !
બેરહમ તેને હું સરદાર કરૂં કે ન કરૂં?