પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૮ ]


હેરતભરી હોનારતે યાહોમ થઈ રમનાર છું;
કિંમત બતાવે ખેલ તે સહેલાઈથી સહેનાર છું.

ઇન્સાફની પર્વા વગર અહેસાન ઊંચકનાર છું;
ઇન્સાનના ઇન્સાફની પર્વાથી બેદરકાર છું.

યા સનમ ! હઝરત સલામત ! ખુદ હું કરજદાર છું;
દાખિલ કરે દાવો હમારો યાર હું અરજદાર છું.

તુજ નેકીમાં ધરતો કદમ મસ્તાન ગિરફતાર છું;
પડતો બચાવો ઓ સનમ ! હું બેરહમ બેશુમાર છું.

મગરૂર છું તારી તુફેલે દાર પર ચડનાર છું;
માશૂક કરો હાસિલ હું હકનો ફક્ત દાવાદાર છું.

ઉમિદ બર લાવો સનમ ! હું વસ્લનો ચાહનાર છું;
ગમગીનીમાં ડૂબું, અયે ! માશૂક ! તાબેદાર છું.

એકરારનામું કબૂલીને દરિયાફ કર દિલદાર છું;
શામિલ કરો મસ્તાન મિસ્કીનનો, સનમ ! હકદાર છું.


૬૦ : સખે ! ભૂલે પડ્યો હું તો !


તજ્યો મેં રાહ દુનિયાનો પ્રણયપંથે ચડ્યો હું તો;
નવી દ્રષ્ટિ ન કાં દેતો? સખે ! ભૂલો પડ્યો હું તો.

જગાવી હોળી મેં આ તો દિલે આતશ હવે સહેતો;
નવું જૂનું ભૂલી જાતો, સખે ! ભૂલો પડ્યો હું તો.

મરૂ ગૂંગળાઈને હું જે ! ઉઘાડી દ્વારા દે તું તો;
શરમ યા રહમથી સૂતો? સખે ભૂલે પડ્યો હું તો.