પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૬ ]


વીતી જતાં વરસ વરસઃ
જિગરમાં મગર તરસઃ
તો-સનમ ! પૂછું છું બસઃ
પૂરું કરી પિવાડશે?

લાગી, સનમ ! દિલલગન?
શી રોમ રોમ આ અગન?
કિસ્મતે ફક્ત રુદન ?
સૂકું સુમન ! ખિલાવશે?

જિગર જપે એક યારઃ
ઈશ્ક યારનો પુકાર:
તો કટાર યા દિદાર?
યાર ! કૈં ચખાડશે?

રગરગે તૂંહિ તમામઃ
જે ચીરી અય ! નેકનામ !
આવશે કશું ય કામ?
આમ યા જલાવશે ?

અસ્થિ, માંસ, ચર્મમાં:
વિચાર, વાણી, કર્મમાં:
સનમ ! શરાબી ધર્મમાં–
કદમ કહે ! ઠરાવશે?

યાર કે છું અરજદાર?
યા હજી ઉમેદવાર ?