પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૭]


કે સનમ ! હું ભટકનાર?
કંઈ જવાબ આપશે?.

હું તને શું? બોલ! બોલ!
તું મને શું ? ભેદ ખોલ !
દદ બોલ ! ઈશ્ક બોલ !
ક્યાં સુધી તપાવશે ?

જિગર જો ! કર્યું હર્રાજ:
પહેર્યું તુજ ફકીરી તાજ:
તો-કદમનું અમર રાજ-
જિગરમાં જમાવશે?

શબ્દ ? આપશે, સનમ?
જીવ્યું જિતાડશે, સનમ ?
સૂવે તું ત્યાં, કહે ! સનમ?
શું ગોદમાં સુવાડશે?


૬૯ : દરગાહ બસ મુજ કત્લગાહ


યારો ! કોઈ છે દર પર અહીં? હાઝર બિરાદર યા નહીં?
યારો ! કત્લગાહ પર કૂચ ઠરી ના ! ના ! અહીં સોહી કહીં?
અલબત્ત આશક યારના;
બેશક, કશા હકદાર નાઃ
તાલિબ ફક્ત તલવારના:
અમરાપુરી અસલી તહીં.