પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
96
ગુજરાતનો જય
 

લઈ સચ્ચિદાનંદને શરણે ચાલી નીકળવાની વાર ન કરજો."

“ત્યારે કોઈ કલ્યાણસ્તોત્ર સંભળાવો હવે.” એમ કહી બધા ઊભા થયા.

“સ્તોત્ર ફક્ત આટલું જ” સાધુ વિજયસેને કહ્યું, “જે મંત્રી કોઈના માથા ઉપર હાથ મૂક્યા વગર ભંડાર વધારી શકે, કોઈને દેહાંતદંડ દીધા વગર દેશનું રક્ષણ કરી શકે, ને લડાઈ કર્યા વિના રાજ્ય વધારે, તે મંત્રીને કુશળ સમજવો.”