પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભણતરની ભેટ
99
 


"લો આ ઇનામ.” લલિતાએ કહ્યું ને વસ્તુપાલ ઝબક્યો. એને સમજ ન પડી.

"કોણ છે?” ન ઓળખી? મારી બેન સોખુ.”

"સાથે આવી છે?”

"હા, ને પાછી જવાની નથી.”

વસ્તુપાલનું વિસ્મય વધ્યું. લલિતાની સામે એનાં દિગ્મૂઢ નેત્રો ખુલાસો માગતાં હતાં.

“ભણતરનું ઇનામ. બોલે બંધાયા છો. સ્વીકારી લીધા વગર છૂટકો નથી.” લલિતા હસતી હસતી ગંભીર બની, “લે ચાલ હવે, સોખુ, સૂઈ જા નિરાંતે. તોબાની તાળી કરી છે, માડી!”

એમ કહી, પોતાની બહેનને પાછી સુવરાવી આવીને લલિતાએ પતિનો હાથ ઝાલ્યોઃ “બેસો, બધી વાત કરું. સોખુ મારી શોક્ય બનવા આવી છે; આજ ત્રણ વર્ષથી ઘેર ધમરોળ ચાલે છે. કૂવે પડવું કે દીક્ષા લેવી કબૂલ છે પણ બીજે ક્યાંય પરણવું નથી. બોલો, શું કહો છો?” એ વધુ ને વધુ ગંભીર બની.

વસ્તુપાલને હસવું આવ્યું, એની જીભમાંથી વાચા વિદાય લઈ ગઈ હતી.

"લલિતા" એણે હસીને કહ્યું, “નાટકો તો ઘણાં વાંચી નાખ્યાં, પણ કોઈ પ્રહસનમાં મારા જેવા પાત્રનું દર્શન થયું નથી!”

“હસવાની વાત નથી,” લલિતાએ વધુ સ્ફોટ કર્યો, “સોખને હું વિખૂટી પાડીને જીવતી રાખી શકીશ નહીં. તમારાં પોથાંનાં અનેક પાત્રોના ટોળામાં મારી બેનને પણ મારગ આપો.”

"ઘેલી રે ઘેલી! તારાં ને મારાં માવતર આ જાણે તો શું કહે? તારા બાપુ કાનડ શેઠનું ગામતરું!”

“મારા બાપુ તો છ મહિના પહેલાં મરતે મરતે જ મને કહી ગયા છે – મેં એના મોંમાં પાણી મૂક્યું તે પછી જ એ ગત પામ્યા છે – કે સોનુને મારા સંસારમાં જ જગ્યા કરી દેવી. પિયરમાં અમારે કોઈ નથી રહ્યું, બન્ને બહેનો ઘર વેચીને સદાને માટે એ દિશા બંધ કરી દઈ ચાલ્યાં આવ્યાં છીએ.”

“બા આજ બેઠાં હોય તો શું કહે ?”

"બાએ તો તમને વચન લેવરાવ્યું છે ને કે સંસારનાં સર્વ કામ અનોપને પૂછીને કરજો. ચાલો, અત્યારે જ પૂછીએ.”

એમ કહેતી એ પોતાની દેરાણીને ઓરડે ગઈ. પોતે પચીસ વર્ષની, દેરાણી અનીપ પોતાના કરતાં બે વર્ષ નાની, છતાં સંસારમાં અનોપનું ઊંચેરું સ્થાન તો