પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વઠકમાંથી વીર
107
 


"ત્યારે બાપુ, તમને બાપદીકરાને મરવાનું સોંપીને અમે અહીં બેઠાં બેઠે સત્તા ચલાવશું?” પહેલી જ વાર તેજપાલની વાચા ઊઘડી, “આપ મને કહો, સૈન્ય કેટલું છે?”

મૂંગો બેઠેલો વીરધવલ ઝંખવાયો, એણે આજ્ઞા દીધી: “બોલાવો જેહુલ ડોડિયાને, સોમવર્મા સોલંકીને અને ક્ષેત્રવર્મા ગુલને.”

સૈન્યના એ ત્રણ અધિકારીઓ હાજર થયા, ને તેમને પૂછતાં માહિતી મળી કે સૈન્ય જેવી કોઈ ચીજનું રાજમાં અસ્તિત્વ નહોતું.

"ક્યાં મૂઆ પાટણથી મેં મોકલ્યા'તા તે બધા?” લવણપ્રસાદ કચવાયો.

“રજા લઈને ગયા તે પાછા જ ન આવ્યા.” જેહુલ બોલ્યો.

“કેમ?”

"પગારો ચડી ગયા હતા.”

"પગાર કોના હસ્તક ચૂકવાતાં ?”

“વામનદેવને હાથે.” :

“ઠીક, બાપુ !” વસ્તુપાલે કહ્યું, “હમણાં એ વાત પડતી મૂકો. ને ડોડિયા અત્યારે પગાર કોણ ચૂકવે છે? ક્યારે ચૂકવાય છે?"

જેહુલ નીચે જોઈ ગયો. પગાર કોઈ ચૂકવતું જ નહોતું !

“કાંઈ ફિકર નહીં, ડોડિયા, તમે ત્રણેય જણા પછી મને મળજો.” તેજપાલે મનમાં એક ગુપ્ત નિશ્ચય કરી લીધો, “આપણે ભરતી કરવાનું તો આદરી દઈએ.”

"ને વસ્તુપાલ શેઠ, તમે?”

“મારી તો પછી અહીં શી જરૂર છે ”

"ત્યારે?”

“મને સ્તંભતીર્થ આપો.”

"એ ભૂખડી બંદરની શું વેકૂરી ભેગી કરશો?"

"ખંભાતની તો વેલૂરી પણ મહામૂલી, બાપુ.”

"પણ ત્યાં તો સદીક શેઠ બેઠો છે. મનેય જવાબ દેતો નથી.”

"આપને ન દે, પણ વેપારી વેપારીને જવાબ દે ! અમે એકબીજાની ભાષા સમજીએ ખરાને, બાપુ!”

“રહેવા દોને શેઠ, નંદવાઈ જશો.”

“આપો તો ખંભાત આપો.”

“આપ્યું.”

"ઘણી ખમ્મા, હવે આપ સુખેથી પાટણ પધારો. અને કૃપા કરીને હમણાં