પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
110
ગુજરાતનો જય
 


"જે ધણી પોતાના પગમાંથી બબ્બે વાર કરડા કાઢી લેનાર ગોલાનાં ભૂખ્યાં માવતર સુધી નજર પહોંચાડી શકે, એનો વિશ્વંભર સહાયક સમજજો, બા!” વસ્તુપાલનું અંતઃકરણ આશાના તોરમાં આવી ગયું.

"ત્યારે હું જેહુલ ડોડિયાને કહી દઉં છું, બા,” તેજપાલે પોતાનો મુદ્દો લાવી પાછો ઊભો રાખ્યો, “કે આ ધાડિયાને લશ્કરમાં લઈ જાય."

જેતલદેવીને આ વણિકોની અક્કલ ઉપર હસવું આવ્યું.

રાજકોષનો અને શાસનનો કબજો કરીને બેઉ ભાઈઓએ મંત્રણા કરી. વસ્તુપાલે યોજના બતાવી: “પહેલાં તો તમામ જૂના અધિકારીઓનાં ખાતાં તપાસો ને એમણે દબાવેલી રકમની કડક વસૂલાત કરો.”

“પહેલાં તો એ સર્વના શિરોમણિ લુંટારા વામનને...” તેજપાલને મોંએ એ નામ ચડ્યું.

“નહીં, એક વામનને છોડીને બીજાઓને. તું ઉતાવળો ન થા. વામન બ્રાહ્મણ છે. આપણા કારભારને પ્રારંભથી જ જ્ઞાતિધર્મની પક્ષાપક્ષીનું સ્વરૂપ અપાઈ જશે.”

“બરાબર.” ઉતાવળિયા તેજપાલની સરલતા એકદમ માની ગઈ.

"પછી દંડીએ પરગણાંના પટ્ટકિલોને, જેઓ રાજની ઊપજ ઓળવીને બેસી ગયા છે.” વસ્તુપાલે બીજો મોરચો બતાવ્યો.

"ને તે પછી સૌરાષ્ટ્રને.”

“ના. હમણાં એ દિશાને આપણે જાણે ઓળખતા જ નથી એવો દેખાવ કરવાનો છે.”

"કેમ?”

“આજે તો એ વાજાઓ, ચૂડાસમાઓ અને વાળાઓને વામનસ્થલીવાળાઓએ ચેતાવી રાખેલ હશે, આજે ન પહોંચાય. એ બધાને કસુંબા પી લેવા દે હમણાં. આજે તો જેમ જેમ જૂના અધિકારીઓ અને પટ્ટકિલો પાસેથી નાણાં આવતાં જાય તેમતેમ તું સૈન્ય-ભરતી કરવા માંડ. બાર મહિનાની મુદત આપું છું. મને બાર મહિને સૈન્ય દેવું પડશે.”

“કેટલું?”

"બસો-અઢીસો લડવૈયા"

“બસ!”

“હા, ને એનેય મારે કાંઈ કોઈ યુદ્ધમાં ઓરી દેવા નથી. એક પણ માણસનું માથું ચૂકવતા પહેલાં આપણી બુદ્ધિએ નિચોવાઈ જવું જોઈએ. લશ્કરમાંથી બધા ભરરર ભટ કરતાં કેમ ભાગી ગયા તે જાણછને? કારણ કે લશ્કરના હજારો-લાખોને