પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'ભાગજે, વાણિયા!'
125
 


આ વખતે ભુવનપાલની ભુજાનો થાક અછતો ન રહ્યો. એણે નોંધેલું નિશાન જરાક માટે ચુકાયું. એના લમણા પર સામો ભાલો ઊતર્યો –ને ભુવનપાલના માથાએ જો એક જ તસુનો મરોડ ન ખાધો હોત તો એની ખોપરી ફાટી જાત; પણ ભાલો સીધો ભોંય પર ગયો. પ્રતિસ્પર્ધીનો હાથ લચકાયો. ઘોડેસવાર મંત્રીનો શ્વાસ ચડીને નીચો થયો. ભુવનપાલનું મોત ન જોઈ શકવાથી એણે આંખો મીંચી દીધેલી હતી. મીચેલી આંખે એણે ધબાકો સાંભળ્યો, મૃત્યુ-ચીસ સાંભળી. કોની એ ચીસ ન હોય ભુવનપાલની. ચીસ તો હતી કોઈક મહિષાસુરની. એની નજરે પડ્યો પ્રતિસ્પર્ધીનો ચત્તોપાટ ધરણીઢળ્યો રાક્ષસી દેહ, જેના ઉપર પગ મૂકીને ભુવનપાલ અણિશુદ્ધ ને અખંડિત ખડો હતો.

સાચેસાચ શું ભુવનપાલ ઊભો છે મંત્રીએ નેત્રો ચોળ્યાં, ફરી ફરી નિહાળ્યું. ભુવનપાલે પોતાનું મોં જરાક મંત્રી સામે મરડીને ભાલા પર શિર નમાવી સ્વામીને વંદના દીધી, ને પછી પાછો પડકાર દીધોઃ સાગર-બાજુએ ઊભેલી, વધુ ગણગણાટે ચડેલી, પોતાનાં બબ્બે શબો સામે જોઈ ચિડાતી શત્રુસેનાને હાકલ પાડી -

“છે હવે ત્રીજો કોઈ શંખ કે પટમાં આવ, જનનીના જાયા ! હું વાઘેલાનો ગોલો, હું વાણિયાનો હાટડી-ચાકર તને ખમકાર દઉં છું, ઓ શંખ ! પાધરો પડમાં આવ.”

"પડમાં આવ ! પડમાં આવ !” દરિયાલાલ પણ જાણે બોલતો હતો. પડમાં કોઈ કેમ આવતું નથી? વાર કેમ લગાડી રહ્યા છે? પહેલી હરોળની પછવાડે એ મસલતો શેની ચાલી રહી છે? બીજી હરોળમાંથી કોણ કોને ગોદાવી રહ્યું છે?

"આ રહ્યો હું સાચો શંખ ! મર્દ થા વેપારીના મજૂર !” એમ ત્રાડ પડી. ત્રાડની પછવાડે તલવારનો સળાવો થયો. એક સમશેરધારી ખડગ ખેંચતો ધાયો, ને ભુવનપાલને ભાલો નીચે નાખી દઈ, કમ્મરની તલવાર ખેંચતાં જો જરા જેટલુંય મોડું થયું હોત, તો એની ગરદન પરથી માથું, ચાકડા પરથી માટીના લૂઆ માસ્ક નીચે જઈ પડત.

"ખમા તારી માતને, શંખ. રમી દેખાડ ખાંડાના ખેલ.”

એમ કહેતો ભુવનપાલ પોતાની પાતળી, તલવારની ઘન-વિદ્યુત ખેલાવતો રંગે ચડ્યો. ભાલાની બે વારની રમતે એને થકવ્યો હોવાથી તલવારના સમણાટે એને વધુ ફાવટ દીધી; ને એનો પાતળો દેહ અટપટા સમશેર-વીંઝણને માટે વધુ અનુકૂળ બન્યો.

કેમ કે, સામા લડનારનું શરીર જેટલું જબ્બર હતું, તેટલા પ્રમાણમાં એના હાથની લંબાઈ ન હોવાથી એની સમશેર વિશાળ પટમાં ઘૂમી શકતી નથી એ