પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્મશાનયાત્રા
133
 

હતાં તેટલાં માણસોને હથિયાર બંધાવ્યાં. એ ખબર આ મહેમાનોને પડી. પછી તો એમણેય મારી ઉપર તડપીટ પાડીઃ: કહેવરાવ્યું કે અમને ત્રણેયને ધોળકામાં ઝેર ઘોળાવવુંતું કે પેટ કટાર નખાવવી'તી ! કોઈ બોલતાં કેમ નથી? જમવા બેઠેલા થાળી ઉપરથી ઊઠ્યા, ને તમારી વહારે આવ્યા. આમ ખંભાતને ને તમને કોણે, મેં બચાવ્યાં, તમારી આ સોખુએ, કે એ ત્રણ ચાહમાનોએ, એ સમસ્યા તો હવે તમે ને સોખુ બેઉ એકલાં પડો ત્યારે વિચારજો.”

પણ વસ્તુપાલના હૃદય પર ભુવનપાલના મૃત્યુનો શોક એટલો ભારી હતો કે એ વિનોદમાં રસ ન લઈ શક્યો. એના અંતર પર આ ત્રણ ચાહમાન ભાઈઓની ખાનદાનીનો ભાર ચડી બેઠો.

“પણ, બા!” મંત્રીએ પૂછ્યું, “તમે ધોળકાને સાવ રેઢું મૂક્યું”?"

“હું તો નહોતી મૂકતી, પણ સોમેશ્વર ગોર, તમારી લલિતા અને અનોપ, એ ત્રણેએ ધોળકાને તો પડકારી ઊભું કરી દીધું છે. ત્રણેય જણાં હથિયાર બાંધી, મારા વીરમને સાચવીને બેઠાં છે.”

આમ એ બધા જ સમાચાર મંત્રીની છાતીની પહોળાઈ વધારનારા હતા. પણ ભુલાતો નહોતો ફક્ત એક ભુવનપાલ.