પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકો જેવાં!
171
 

મંત્રીઓનો પાટનગર પાટણમાં વિજ્યપ્રવેશ કરાવવાની જીદ પટ્ટણીઓ તરફથી મચી ગઈ.

"ને હવે તો કાં મહામંડળેશ્વરે ને કાં રાણા વીરધવલે પાટણમાં આવી રાજાધિરાજપદનો અભિષેક સ્વીકારવો જ જોઈએ.” એવી રઢ લઈને પટ્ટણી રાજપુરુષો પણ બેઠા. વધુ કારણ એ હતું કે વર્ષો થયાં મહારાજ ભીમદેવને રૂંવે રૂંવે રોગો ફૂટ્યા હતા. પક્ષઘાતે એને જીવતે મૂઆ કરી નાખ્યા હતા. પાટણ હવે રાજાધિરાજ વગર કેમ જ રહી શકે?

બેઉ મંત્રીઓ સાથે પ્રજાજનોને લાંબી મસલતો થઈ. વસ્તુપાલ પણ ધીરે ધીરે એ વિચાર તરફ ઢળતો થયો. રાણા લવણપ્રસાદ પાસે એ વાત ભરદરબારમાં મુકાઈ.

“એનો જવાબ તો આ રહ્યો.” એમ કહીને લવણપ્રસાદે પોતાની પાસે સાચવી રાખેલું એક ત્રણેક વર્ષ પૂર્વેનું નાનું બચકું કાઢ્યું. એ ખોલીને એણે પ્રજા તેમ જ મંત્રીઓ સમક્ષ મૂકી દીધું.

બચકામાં બે ચીજો હતી. એક ચૂંદડિયાળી ભાતની સાડી અને એક કાજળની ડાબલી. દેખીને સૌ વિચારગ્રસ્ત બન્યા. મંત્રીઓને પણ ગમ ન પડી કે રાણાજી કઈ સમસ્યાનો ઉકેલ માગી રહ્યા છે.

“આ બે વાનાં," લવણપ્રસાદે સ્ફોટ કર્યો, “પહેરીને પાટણના મહારાજે ગોધ્રપુરના ઘુઘૂલરાજના રાણીવાસમાં સ્થાન સ્વીકારવું એવું નોતરું ત્રણ વર્ષથી મારી પાસે પડ્યું છે. હવે જો મંત્રીઓ ને પટ્ટણીઓ ફરમાવતા હોય તો હું અભિષેક સ્વીકારીને પછી આ શણગાર ધારણ કરું.” એમ બોલતો બોલતો એ બુઢો ખડખડાટ હસવા લાગ્યો.

ચૂપ રહેલા પ્રજાજનોને ને મંત્રીઓને એણે ફરી ચીમકી લીધી: “કયો એવો દિગ્વિજય કરી લીધો છે મેં મારે છોકરે કે આ મંત્રીઓએ, કે તમે મને તિલક કરવા હરખપદુડા બન્યા છો? હજી તો ગુર્જર દેશના મંડળેશ્વરો જ નિરંકુશ ડણકે છે. ભોંઠામણ નથી આવતું તમને?

अजित्वा सार्णवामुर्वीमनिष्ट्वा विविधैर्मख्वै ।
अदत्वा चार्थमथींभ्यो भवेयं पार्थिवः कथम्

સાગર સુધીની ધરતીને જીત્યા વગર, જૂજવા અસુરોના સંતાપનો અંત આણ્યા વગર, અને ભીડ ભોગવતા પ્રજાજનોની ભીડ ભાંગ્યા વગર હું કેમ કરીને રાજતિલક કરાવું?" એમ કહીને એ નીચે જોઈ ગયો.

વસ્તુપાલ ઊઠ્યો ને બોલ્યો: “આ સાડી અને આ કાજળની ડબીનો શણગાર