પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
172
ગુજરાતનો જય
 

ગોધ્રપુરના મંડળેશ્વર ઘુઘૂલરાજને પહેરાવવાનું બીડું કોણ ઝડપે છે?”

જવાબ મળતાં થોડોક વિલંબ થયો. આ વિલંબમાં ગોધ્રપુરના ઘુઘૂલરાજની ભીષણતા અંકિત થઈ ગઈ. કંઈકને કલેજે છાનાં સ્વેદ વળી ગયાં.

"ભાઈ, એ બીડું આંહીં લાવો,” એમ કહીને તેજપાલે હાથ લંબાવ્યો.

લવણપ્રસાદે ઊઠીને તેજપાલની છાતી પર પંજો થાબડ્યો. એ છાતી નગારા જેવો ઘોષ કરી રહી. પાનબીડું તેજપાલના મોંને રાતા રંગે રંગી રહ્યું.