પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
9
સ્વામીની ભૂલ

ચંદ્રાવતીથી પાછી ફરેલી અનુપમા પાટણ આવી ત્યાં એને તેજપાલનો ભેટો થયો. પતિ પાસેથી એને ખબર પડી કે કુંવર વીરમદેવજી ધોળકાનો ત્યાગ કરી સદાને માટે પાટણમાં દાદા લવણપ્રસાદ પાસે આવીને વસેલ છે. ધોળકામાંથી એને દેશવટો આપવામાં આવ્યો હતો. એને મૂકવા જ તેજપાલ પાટણ આવ્યો હતો.

વાત એવી બની હતી કે ધોળકામાં મોટી એકાદશીની પર્વણીના દિવસે મલાવસરને કાંઠે આવેલા દેવ-પીપળા નીચે વૈષ્ણવ જનોની ઠઠ મળી હતી. પ્રત્યેક નરનારી મોટી પૂજા કરતાં હતાં અને નિયમ પ્રમાણે ત્યાં દરેક વૈષ્ણવધર્મી પોતપોતાના ગજા મુજબ એકસો ને આઠ ગણી નાનાંમોટાં ફળો કે સિક્કા દેવચરણે ધરતો હતો. ગરીબોએ એકસો ને આઠ-આઠ બોર મૂક્યાં, મધ્યમોએ ફોફળ મેલ્યાં, કોઈએ આંબળાં ધર્યાં. કુમાર વીરમદેવને અને વિશળદેવને સાથે લાવીને રાણી જેતલદેએ પણ પૂજા કરાવી એકસો ને આઠ દ્રમ્મની ભેટ મૂકી.

તે વખતે વિદેશ જઈને પુષ્કળ દ્રવ્ય રળી આવેલા એક વૈષણવ વ્યાપારીએ આગળ આવીને એકસો આઠ આછૂ (એ નામનાં સાચાં મોતી) મૂક્યાં.

સોમેશ્વરની દીકરી રેવતી ત્યાં ઊભી હતી તેણે પોતાના ટીખળપાત્ર કુંવર વીરમદેવને દૂર લઈ જઈને ટોણો માર્યો: “જોયુંને કુંવરજી, તમારાથી એ વાણિયો વધ્યો !”

"હેં! ! એક પ્રજાજન અમારા પર ચડાવો કરે છે કુંવર વીરમદેવના કાનની બૂટ લાલચોળ થવા લાગી.

"તે કેમ ન વધે" રેવતીએ ટીખળ આગળ ચલાવ્યું. “આંહીં ધોળકામાં તો સૌ સરખાં. તમે રાજા તો નથી થયાને હજી ! રાજા થાવ તે દા'ડે રોકજો.”

“ને શું આજ ન રોકી શકું? આટલા બધા ફાટી ગયા છે બધા?” એમ કહેતો વીરમદેવ ગાંડપણના નવા આવેશમાં કૃપાણ ખેંચીને દોડ્યો. એ સાચાં મોતી મૂકનાર વણિક પર ખડગ ઉગામ્યું. વણિક ભાગ્યો. વીરમદેવે એની પૂંઠ પકડી અને જેતલદેવીને શું થઈ રહ્યું છે તેનું ભાન થાય તે પૂર્વે તો આગળ વણિક ને પાછળ