પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુવેગ ફાવ્યો
233
 

"લાગે છે ઊંંડો.”

"રખે આ મૂરખના ખબર સાચા હોય ! મહારાજ તો રેવાને તાપીની વચ્ચે હશે ! આપણને ઠપકો મળશે.”

“તો શું કરીશું?” યુવતીએ પૂછ્યું.

"તું આને રોકી રાખ. હું તપાસમાં ઊપડું છું.”

“તો પછી માંડો કજિયો.”

બેઉ જણાંએ ભાષા બદલી, ધમકીના ઢોંગ માંડ્યા. ગુજરાતી બોલી કજિયાને શોભાવી રહી. બુઢ્ઢા, ખખડી ગયેલા, નિશ્ચેતન, છતાં ત્રીજી વાર પરણેલા ધનપતિ અને સોના ભારોભાર આણેલી યુવાન શેઠાણી વચ્ચેના અણબનાવ જે કજિયાને ચગાવે છે તે કૂકડાની લડાઈ કરતાં વધુ ઝનૂની બને છે. તેમાં પણ એક ત્રીજા પુરુષનું ઉમેરાવું એ લડતાં કૂકડાંને અક્કેક ભમરો ખવરાવવા જેવું છે. આવો કલહ ભજવવો અને હસવું નહીં એ બહુ કઠિન છે. કજિયાનો સાર એક જ હતો: "જા, તું તારે કર પ્રેમજાત્રા, હું પાછો જ જઉં છું.”

એ કલહે માણસોને જગાડ્યા. એમના તંબૂની પાછળ જ છૂપા જઈ ઊભેલા માલવી ભટરાજ પણ જાગી ગયાનો ઢોંગ કરીને દોડ્યા આવ્યા. બુઢ્ઢાએ એને પણ ગાળો ચોપડી અને તે જ વખતે એક સુખપાલને સજ્જ કરવા અનુચરોને આજ્ઞા આપી, વસ્ત્રો પહેર્યાં.

માલવી ભટરાજે શ્રેષ્ઠીજીને સમજાવવામાં બાકી ન રાખી, પણ એ આગ્રહમાં એનો ઢોંગ વરતાઈ આવે તેવો હતો.

યુવતી બોલીઃ “હવે જવા દોને એ ડગરાને, ભટરાજ ! મેં તો જાત્રાના પચખાણ લીધાં છે તે હું નથી ભાંગવાની.”

“પણ પ્રયોજન શું છે પાછા જવાનું?”

"એની હોળી ! રોજની હોળી!” એમ બોલતી બોલતી એ ડૂસકાં ભરી ભરી રડવા લાગી, “આટલી વયાવચ કરતાં છતાંય એને હું ખાતરી ન કરાવી શકી કે હું કોણ છું, કેવી જાતની છું, કેટલી કુલીન છું – ઓ મા – ઓ બાપુ – ઓહ ઓહ ઓહ !”

માલવી ભટરાજે પોતાની મરજી વિરુદ્ધ જિદ માંડી. બુઢ્ઢા શ્રેષ્ઠીએ તેટલા જ જોરથી હઠીલાઈ પકડી. આખરે શ્રેષ્ઠીજી સુખપાલમાં બેઠે જ રહ્યા. બે વાહકોએ સુખપાલ ઊંચકીને ચાલવા માંડ્યું. માલવી ભટરાજે કહ્યું: “અંધારું છે. ચોકીઓમાંથી નીકળવા નહીં આપે. લો હું સાથે આવીને આપને પાર કરાવું.”

ચોકી પછી ચોકી પર પોતાની મુદ્રા બતાવતા માલવી ઠાકોરે શ્રેષ્ઠીના