પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
246
ગુજરાતનો જય
 

હાસ્ય વડે ઢાંકવાની સંયમશક્તિ ગુમાવી મોટે અવાજે આક્રંદ માંડ્યું: “બા! ઓ બા! ઓ મારી બા !”

એ રુદનના પ્રતિઘોષ –ઋષભ-પ્રાસાદના ગભારામાં ઘોર્યા. કોઈ મોટા હર્ષના આવિષ્કારની આશાએ ઊભેલી જન-ભીડ તો મંત્રીની આ લાગણીને પરખી જ ન શકી. શોભનદેવ એકલો જ સૌની સામે અનિમેષ નેત્રે તાકી રહ્યો હતો. એના ચહેરા પર ચમકાટ નહોતો. એ તો જાણે આ રુદનની ગણતરી રાખીને જ ઊભો હતો. એની આંખો તો અનુપમા, લલિતાને સોખુ ઉપર ભમી ભમી ફરી પાછી પોતે ઘડેલી એ કુમારદેવીની પ્રતિમા પર વિરમતી હતી.

કોઈની મગદૂર નહોતી કે વસ્તુપાલને આ આક્રંદનું કારણ પૂછી શકે કે છાના રહેવાનું આશ્વાસન આપી શકે. નાભેયનાથના પ્રાસાદની જીવતી ને જડ બેઉ દુનિયાઓ વિસ્મયમાં ગરક હતી. કારણ કે, શંખ અને સદીકનો આ કરાળ કાળ, વાજા, ચૂડાસમા ને વાળા, ગોહિલો, ચાહમાનો અને જદુવંશીઓનો ગર્વગંજણ આ તો ગુર્જરેશ્વરનો મંત્રી એક અનાથ બાળકની જેમ રડતો હતો.