પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
27
પરાજિતનું માન

સ્તુપાલને લવણપ્રસાદના સંસારી જીવનના વિષપાનના પાછલા દિવસો યાદ આવ્યા અને એણે સામે પડેલા સાગરનાં અગાધ ઊંડાણોમાં ભરેલી મૌનદશાનો વિચાર કર્યો.

નૌકા તે વખતે તાપીના મુખમાં માર્ગ મેળવવા મથતી હતી. તાપીને સામે કિનારે ગુર્જર યોદ્ધાઓનાં ડંકાનિશાન દેખાતાં હતાં. મહામંડલેશ્વર અને મંત્રી વસ્તુપાલ જ્યારે ગુર્જર સૈન્યની છાવણીમાં પહોંચ્યા ત્યારે લવણપ્રસાદે જે આશા રાખી હતી તેથી ઊલટી જ પરિસ્થિતિ જોઈ. એમના આગમનના માનમાં વિજયનાં દુંદુભિઓ વાગ્યાં નહીં, ડંકાનિશાન પર ડાંડી પડી નહીં, સ્વાગત પણ સેનાપતિ તેજપાલે સાવ સાદી રીતે કર્યું.

લવણપ્રસાદ પોતાને દીઠા ભેળો જ ભેટી પડશે એવી આશા તેજપાલે રાખી હતી તેને બદલે લવણપ્રસાદના મોંમાંથી સાવ સામાન્ય શબ્દો નીકળ્યા. ત્રણેય જણા થોડી વાર ઊભા રહ્યા અને તેજપાલે હાથની આંગળી ચીંધીને દૂર પડેલી સિંઘણદેવની યાદવછાવણી દેખાડી. લવણપ્રસાદે એ છાવણી પર યાદવી ધ્વજ ઊડતો જોયો અને એણે બીજી વાર મોં બગાડ્યું, કેમ કે એણે શત્રુના પરાજયનું એકેય ચિહ્ન દીઠું નહીં. એણે કહ્યું હતું કે સિંઘણદેવને તો તેજપાલે પાંજરામાં પૂરી રાખીને વિજયનું પ્રદર્શન તૈયાર રાખ્યું હશે.

વસ્તુપાલે તેજપાલને પૂછ્યું: “કહો હવે, કેવી રીતે મુલાકાત કરવાની છે ?”

"આપણે બાપુને લઈને ત્યાં જ જવાનું છે.” એમ કહીને તેજપાલે સામી છાવણી દેખાડી, “અને આપણે ત્રણે જ જવાનું છે.” એટલું કહીને ફરી એણે લવણપ્રસાદ સામે નજર કરી. બન્નેની દ્રષ્ટિઓ યોદ્ધાઓની સમશેરો સમી સામસામી અફળાઈ અને ફરી પાછું તેજપાલે બળતામાં ઘી હોમતું વાક્ય કહ્યું: “આપણે હથિયાર પણ શા માટે લઈ જવાં જોઈએ ? સીધાસાદા જઈએ તો વધુ સારુ”

લવણપ્રસાદ બોલ્યા વિના ન રહી શક્યા: “તેં તો કહેવરાવ્યું હતું ને કે આપણી જીત થઈ છે ?”