પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
304
ગુજરાતનો જય
 

વર્ષનું બચ્ચું છે. અમે કંઈ ઉજ્જૈન-ધોળકાની સરખામણી કરીને ધોળકાને ઉતારી પાડીએ તેવા મૂર્ખ નથી. ઉજેણીને તો તેર સૈકાનો ઇતિહાસ અને સંસ્કાર છે. અમારી તો એક જ ભાવના છે કે બાળક ધોળકા કેમ વૃદ્ધિને અને ખ્યાતિને પામે; પણ અપહરણ એ તો એક મહારોગ છે. સરસ્વતીની ચોરીનો રોગ આ તેર વર્ષના શિશુને ઉજરવા નહીં આપે. ચોરેલી વિદ્યાના કરતાં વિદ્યાનો અભાવ જ વધુ ઠીક છે.”

તે પછી સભાના કાર્યક્રમનો બધો જ કબજો હરિહર પંડિતે લઈ લીધો. સોમેશ્વરદેવ નિર્જીવ પાષાણ જેવા બેસી રહ્યા.