પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ 2
વસ્તુપાલ-તેજપાલના રાસમાંથી અવતરણો

'જૈન સાહિત્ય સંશોધક' ત્રૈમાસિકના સં. 1983ના અંક પહેલામાં આવેલ 'મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના બે રાસ' નામે લેખમાંના સંપૂર્ણ રાસમાંથી પ્રસ્તુત અવતરણો:

તિહાં વસઈ ચંડ પ્રચંડ, પુત્ર સોમિગ આસરાજ;
પોરૂઆડ વંશ મૂલગઉ એ, પણ નિર્ધ્ધન આજ.
કર્મહ આગલિ કોઈ નવિ, છૂટઈ રંક ન રાણઉ;
તીણઈ કારણિ છાંડિયઉ એ, પાટણ સપરાણઉ 1

માલાસુણિ પુરિ આવીઉ એ, સિંહા કીધઉં ઠામ,
તિણિ પુરિ નિવસઈ પોરૂઆડ, સાહ આભૂ નામ.
લાચ્છલદેવી તાસ ઘરણિઃ રૂપિઈં રંભાવરિ;
તાસ કુંઅરિ સુલલિત વાણી, અચ્છઈં નામઇં કુંઅરિ. 2

રૂપવંત ગુણવંત નારિ, નાતિઈ પરણાવી;
પૂર્વકર્મહ તણઈ યોગિ, રંડાપણ પામી.
પીહરિ તેડી માય-બાપિ, તવ તીહા આવઈ;
ધર્મનીમ આહિનિસિ કરઈં એ, અનઈ ભાવના ભાવઈ. 3

અન્ન દિવસ જિન પૂજા કરી, પોસાલઈ આવી;
ગુરુની દૃષ્ટિ જવ ચડી એ, તવ સીસ હલાવી.
તિહાં બઈઠઉ આસરાજ, ભવસાયર ભાગઉ;
સીસ હલાવ્યા તણીય વાત પૂચ્છેવા લાગુ.

તવ ગુરુ બોલાઈ વયણી ઈમ એ વાત ન કહેવાઈં.
અરથહ આણ્યા તણઈ કોડિ, હિયડઈ ન સમાઈ.
તવ પાય લાગી પૂછીઉં એ, ગાઢ મંત્રીસરિ;
આગ્રહ જાણી અતિ ધણઉ એ, દીઠઉં લાભસૂરીસરિ. 5