પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

4
કલંક ને ગૌરવ

સહસ્ત્રલિંગની પાળે સાંઢણી ઝોકારીને રાણો લવણપ્રસાદ જ્યારે કટુકેશ્વરના શિવાલયમાં દર્શન કરવા ચાલ્યો ત્યારે રાતનાં ચોઘડિયાં વાગવાની વેળા હતી. પણ અણહિલપુર પાટણ સૂમસામ હતું. કરોડપતિ શ્રેષ્ઠીઓની હવેલીઓ પર દીવાની જ્યોતિર્માળા દેખાતી નહોતી. સરોવરતીરનાં મંદિરોમાં પણ છૂપીચોરીથી દેવપૂજા પતાવાતી હોય તેવું લાગતું હતું. ફક્ત થોડાએક બટુકો સાથે રાજગુરુ કુમારદેવ ગુલેચા કટુકેશ્વરમાં આરતી ઉતારતા હતા. એનું મુખ નિસ્તેજ હતું. આરતીના દીવાઓ એના મોં પરના ખાડા અને કરચલીઓને વધુ સ્પષ્ટ કરી રહ્યા હતા.

લવણપ્રસાદે આરતીનો ધૂપ લઈને પૂછ્યું: “દેવ ! આમ કેમ બધું સૂમસૂમાકાર છે? મહારાજના કાંઈ સમાચાર નથી શું?”

“મહારાજ ભીમદેવ તો ચાર દિવસ પર પરોઢિયે પાટણમાં આવી ગયા.”

“શું કહો છો?” લવણપ્રસાદ આશ્ચર્ય પામ્યો, “હું આવીને ઉત્સવ કરવાનો હતો, મહારાજને વાજતેંગાજતે નગરપ્રવેશ કરાવવો હતો, તે બધું...”

“મહારાજે કશો સમારંભ કરવાની ના પાડી.”

“કેમ?"

"કહે કે માંડ માંડ સુરત્રાણનો સૂબો દિલ્હીમાં શાંત બેઠો છે તે પાછો ચિડાઈને ચડી આવે.”

"એમ...!" લવણપ્રસાદની ખોપરી ગરમ થઈ, “કુતબુદ્દીને શું મહારાજને પાટણ પાછું ભેટ કે દાનમાં દીધું છે? અમે તો લીધું છે અમારા બાહુબળે. ભુજાઓ તો ભાંગી છે મારા મેર યોદ્ધાઓની, ચંદ્રાવતીના પરમાર સુભટોની અને નાગોરના ભીલોની."

“એ બધાં સૈન્યોને પણ મહારાજે પાછાં ચાલ્યા જવા કહી દીધું.”

“એમ ! અને પટ્ટણી, વણિકો ને શ્રાવકો બધા ક્યાં મરી ગયા છે, કે તેમણેય નગરમાં અંધારું ધબ રાખ્યું છે?”

"એ તો બધા પાછા જ ક્યાં આવ્યા છે? મ્લેચ્છોના કિલ્લેદારોએ પાટણનો