પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવતાને શોધતી દૃષ્ટિ

મેઘાણીની સર્જકપ્રતિભા માત્ર બનાવોમાં બંધાઈ જતી નથી, પણ એ બનાવોનાં ઘડવૈયા માનવીઓના જીવનને અને તેમનાં સિદ્ધ કે અસિદ્ધ રહેલાં સ્વપ્નોને ઉપસાવે છે. તેમની દૃષ્ટિ નથી કેવળ પ્રતાપને શોધતી કે નથી કેવળ શુભ કે નિઃશેષ અશુભ લક્ષણોને આલેખતી. એ દૃષ્ટિ શોધી લે છે માનવતાને અને માનવતત્ત્વને. અને તેથી જ અશુભ તત્ત્વોની પાછળ રહેલા મનોવ્યાપારો અને નિર્યુક્તિબલોને એ સમર્થ રીતે આલેખી શકે છે. મેઘાણીની નવલકથા, આમ, માત્ર તેજસ્વી પ્રસંગોની હારમાળા જ નથી બની જતી; પણ અમીર ને ખાનદાન, ભોળા કે વ્યવહારકુશળ, સંસ્કારી કે સંસ્કારહીન માનવીઓના હૃદયધબકારથી ધબકતી જીવનસૃષ્ટિ બની જાય છે.


મનસુખલાલ ઝવેરી