પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલંક ને ગૌરવ
31
 

અમારે ગાદી, ન ખપે, મહારાજા અમે તો પાટણના સેવકો છીએ ને સેવકો જ રહેશું.”

"ગાંડો થઈ ગયો ! હું ભીમદેવ સોલંકી – હું ગુજરાતનો સ્વામી, હું મારું સિંહાસન ચાય તેને દેવા સમર્થ છું. એમ કાંઈ તું મને મરેલો કે મુડદાલ ન માનીશ. એમ તો મેં ચૌહાણોને જેર કર્યા'તા, પરમારને ઠમઠોર્યો'તો, તારું નામ લેનાર કોણ છે બેટીનો બાપ? આવે તો ખરો કોઈ ચૌહાણ મારી સામે !"

લવણપ્રસાદને લાગ્યું કે મહારાજના છલોછલ મિથ્યાભિમાનમાં સુરાની ગુલાબી પ્યાલીએ વધુ બહેકાટ ઉભરાવ્યો છે. 'જોશું કાલે' એમ કહીને એણે રજા લીધી.

રાજગઢની બહાર નીકળતાં નીકળતાં એણે નવી વેદના અનુભવી. એણે ગુજરાતનો ધ્વંસ સર્વ પ્રકારે જોયો હતો: ભાંગેલાં મંદિરો, ઉજ્જડ બનેલી હવેલીઓ, વેરાન થઈ પડેલી પાઠશાળાઓ, સૂનકાર સહસ્ત્રલિંગ, વિષાદમાં ગરક પ્રજા, વિનષ્ટ થયેલું વાણિજ્ય, વેરાઈ ગયેલું સૈન્ય અને વીફરી બેઠેલા મંડળિકો; પણ એ સર્વ વિનાશ જે પોતે હમણાં જ જોઈને પાછો વળ્યો તે મહાધ્વંસના હિસાબે કોઈ વિસાતમાં નહોતો. એ મહાધ્વંસ અણહિલપુર પાટણના રાજાધિરાજ ભીમદેવના આત્મશૃંગોનો હતો.

રાજગઢમાં લવણપ્રસાદે નીંદર વગર પથારીમાં પાસાં ફેરવવા માંડ્યાં. આખરે પાંસળીઓ બળવા લાગી ને પોતે રહી ન શક્યો. વિલાસી રાજભોગની એકેક સામગ્રી જોઈ જોઈ એ આકુળ બન્યો. રાજગઢ છોડીને એ ફરી વાર સહસ્ત્રલિંગને કાંઠે કુલગુરુ કુમારદેવની પાસે આવ્યો.

“નહીં, દેવ,” એણે ગાદલું કઢાવવા જતા કુમારદેવને અટકાવ્યા: “મૃગચર્મ જ બિછાવો; તમારી પથારીની બાજુએ જ સૂવું છે.”

"પેલા છોકરા મંડલિકપુરથી આવી ગયા કે નહીં?” એણે મૃગચર્મ પર બેઠે બેઠે પૂછ્યું, “મારું હૈયું બળે છે. મેં એ બાપડા વિધવાના પુત્રોને ચીડવ્યા છે. ક્યાંઈક પાછા ન ફરી ગયા હોય ! હું મથીમથીને થાકું છું, દેવ, પણ ખોપરી સાવ ટાઢી તો થતી જ નથી."

“એ છોકરા હજુ તો કયાંથી પહોંચે?”

"દેવ” લવણપ્રસાદે હતા તેટલા ઊભરા ઠાલવીને કહ્યું, “હવે તો કોણ જાણે કેટલાં વર્ષ મારું સ્વપ્ન પાછું ઠેલાયું.”

"રાણાજી,” કુમારદેવનો સ્વર આશાના ઘોષ પાડી રહ્યો: “ધરતી કદી વાંઝણી નહીં રહે. કોઈક આ ટીંબાને જગાડનાર આવી પહોંચશે. પાંચ-પંદર વર્ષ