પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
58
ગુજરાતનો જય
 

પૂરું નામ વિરધવલ છે. તારો પિતા હું નથી; ધોળકાના વાઘેલા રાણા લવણપ્રસાદ છે, જે એક રાતે એક વાર આપણે ઘેર મહેમાન બની ગયા હતા. યાદ છેને, તું અજાણ્યો મટીને એના ખોળામાં રમ્યો હતો?”

"યાદ છે.”

“એ તારા પિતા ને આ તારી માતા. હું વચ્ચે આવ્યો – મારાં પ્રારબ્ધને વશ બની. તારા પિતા તે રાત્રિએ મારો જાન લેવા આવ્યા હતા, પણ તારા પરના મારા પ્રેમે મને બચાવ્યો; એ જીતી ગયા ને હું સદાનો હાર્યો. એણે મને તારી સોંપણી કરી, તે રાત્રિથી તું મારો મટી પારકી થાપણ માત્ર બની ગયો, ને તે દિવસથી તારો ઉછેર મેં જુદી ઢબથી કર્યો. આજ એણે મારો સંદેશો જવાથી તને તેડવા દૂત મોકલેલ છે.”

ઘૂંટણ ઉપર બે હાથ ભીડીને વીરધવલે બધું સાંભળી લીધું. પછી એણે માથું ઊંચું કર્યું. એની આંખોમાં શૂન્યતા હતી. આ કથા સાંભળતે સાંભળતે એની ઊર્મિઓએ જુદા જુદા પછાડા માર્યા હતા – વાત કહેનાર આ પાલકને મારી નાખું? ઘેર જઈ માતાનું મસ્તક છેદી નાખું ? કે હું પોતે આપઘાત કરું?

પણ નબળા આવેશો ઉપર તરત જ સદાવેશો સવાર થતા હતા – આ પરપુરુષ અને આ ભાગેડુ મા, બેઉની વચ્ચે એણે આછકલાઈનો એક પ્રસંગ પણ કદી દીઠા નહોતો. પોતાની હાજરીમાં એ બેઉ કદી હસ્યાં પણ નહોતાં. ને પોતાને એણે પ્રાણથી વધુ કરી સાચવ્યો હતો. પણ આ પાલકપિતાથી પોતાના સગા બાપની દિલાવર શું ચડી નહોતી જતી?

બેઉને એણે પડખોપડખ મૂકીને માપ્યા. કોણ ચડે? કોણ વધુ પ્રકાશી ઊઠે કોને પોતે વધુ વહાલા ગણે ?

કોને હું દુષ્ટ કહું? બધાં સંજોગોને વશ બની વર્ત્યા છે. આજે ત્રણેયની ખાનદાનીની શગ ચડી રહી છે.

આને છોડીને કેમ જાઉં? આનું ગઢપણ કોણ સાચવશે? 'વીરુ વીરુ' કહી. સુકાનાર કંઠનું મારા ગયા પછી શું થશે?

અંધારું થતું ગયું તેમ તેમ ધોળકે બેઠેલ પિતા લવણપ્રસાદની તે રાત્રિએ નિહાળેલી વીર પ્રતિમા ખેંચાણ કરી રહી. એની સામેનું ખેંચાણ આંહીં નજરોનજર બેઠેલા પાલકનું હતું. બેઉ ખેંચાણોનો ગજગ્રાહ મચી ગયો. પોતાનો ધર્મ નક્કી ન થઈ શક્યો.

હું આટલાં વર્ષોનો ગરીબ ખેડુપુત્રઃ કલંકિત, અભણ, સંસ્કારહીન - અરે, હું કયે મોંએ ધોળકે જઈ પિતાની રાજગાદી પર બેસી શકીશ? મને રાજ કરતા