પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરા-પાણીનાં છાનગપતિયાં
65
 


'અરે... એની તો દુર્દશા થઈને ! એ તો એ જ જીવી શકે ને જીરવી શકે. મારવાડ દેશના ચાર રાજા એના ઉપર તૂટી પડવાની વાટ જ જોઈ બેઠા છે. મોટા રાણા રાજપૂતાનાના રાજેરાજમાં સાંઢિયો ખૂંદાવતા ભમી વળ્યા, સૌને સમજાવી વળ્યા કે આપણે સૌ એક થાઓ, નહીંતર આ યવનોનાં ધાડાં સૌને ગડપ કરી જશે: તો જવાબ શું મળે છે, ખબર છે? જવાબ મોંએથી તો મીઠો મધ જેવો મળે છે, પણ પાછળથી બધા બોલે છે કે એકેય ક્ષત્રિયની ગાદી ન ટકી રહી ને ગુર્જર દેશ એકલો જ યવનોની સામે ટક્કર ઝીલે તેમાં અમારું શું ગૌરવ?'

'હં-હં' પાણી બોલ્યા, ‘એ તો આંહીં ધોણ્યો ધોવા આવતાં બૈરાંઓ બોલે છે તેના જેવું: આવ બાઈ હરખાં તો આપણે બેય સરખાં.'

'હાં-હાં ! હવે તમે સમજ્યાંં, હો પાણી ! પછી થાકીને મોટા રાણાએ ગુર્જર દેશના નિજના જ, નોખનોખા ચોકા જમાવી બેઠેલા મંડલેશ્વરોને ઘેર જઈ જૂથ બાંધવા સમજાવ્યા. પણ એ ટૅટાં તે માને? એને સૌને તો એમ છે કે કોના બાપની ગુજરાત ! કટકો કટકો સૌ સૌના બાપનો. એમાંય પેલા ગોધપુર(હાલનું ગોધરા)ના રાજા ઘુઘૂલે હમણાં શો જવાબ મોકલ્યો છે જાણો છો? જવાબમાં કશો કાગળપત્ર નહીં, કશો સંદેશો નહીં, પણ બે વાનાંઃ ફક્ત બે જ વસ્તુઓઃ એક સાડી – બૈરાંને પહેરવાની સાડી, ને બીજી બૈરાંને આંખોમાં આંજવાની કાજળની દાબડી, હી-હી-હી હી-' આરો હસી પડ્યો.

'એનો શો અર્થ?' પાણીએ પૂછયું.

'મૂઢમતિ ! આટલાં વર્ષોથી રોજ રોજ અપાર સાડીઓના મીઠા માદક મેલ. ખાઓ છો, અને હજારો લલનાઓનાં લોચનોમાંથી, રાત્રિએ રાત્રિના સૂરતશણગારનાં સુગંધી કાજળો લૂછીને લઈ જાઓ છો તોપણ સાન ન આવી? શાની આવે? તમે તો પાણી નાન્યતર જાતિ ! નપુંસકો ! તમને નર કે નારીના સંકેતોની ગતાગમ ક્યાંથી પડે?'

'પણ હવે તો પાડો, મોટા મરદ મુછાળા.' પાણી બબડ્યાં.

'ગોધપુરના ઘુઘૂલે સાડી અને કાજળની દાબડી મોકલી તેનો મર્મ એ થયો કે હે ગુજરાત ! તું આ શણગાર સજીને મારી રાણી બની મારા અંતપુરમાં આવ. હું ગોધપુરનો ઘુઘૂલરાજ તારા સમી કંઈક ભૂમિઓને મારી વિલાસિનીઓરૂપે રણવાસમાં રાખીને રહ્યો છું.’

'પછી મોટા રાણા તો ખિજાયા હશે.'

'ખીજનું તો શું પૂછવું? પણ કહે કોને? કરે શું? ગોધપુરના ઘુઘૂલને દંડવાની શી મજાલ છે પાટણની ! નાના રાણાને દોટાદોટ બોલાવ્યા પાટણ, પછી બાપદીકરો