પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
ગુલાબસિંહ.

હિરણ્યકશિપુ, રાસંધ, કંસ, રાવણ એ અને એવાં અનેક એ સર્વે સત્ય છે; પણ દરરોજ બજારમાં મળતાં નથી, કવિના મનનોજ ખેલ છે. આવી કવિકલ્પના ગાઢ અભ્યાસ અને સંસ્કારનાં પરિણામ છે. એ અભ્યાસનું રહસ્યજ એ છે કે સામાન્ય વાતને ઉચ્ચરૂપે બતાવવી. રે ! અંગયુક્ત, હાડકાં ચામડાંનો, આપણા જેવોજ અનંગને પણ ચીતર્યો હોત તો કેવો વિરૂપ, અધમ, નકામો બની રહેત !

એક ચીતારાને કોઈએ પૂછ્યું કે તારા ચિત્રના નમુના તેં ક્યાંથી આણ્યા. ત્યારે તેણે ઉત્તર ન આપતાં એક મજુર કોથળો માથે ઉપાડી જતો હતો તેને બોલાવ્યો, ને તેના મુખ ઉપરથી મહા વિલક્ષણ ખુબસુરતીવાળું મુખ ચીતરી કાઢ્યું. અલબત તે મુખ એ મજુરના મુખને મળતું હતું પણ ચિત્રમાં મજુરનો મહાત્મા બની રહ્યો હતો ! તે સત્ય હતું, પણ ખરૂં ન હતું. પામર લોક, ખરા જ્ઞાનીઓ અને ખરા પંડિતોના જ્ઞાન અને પંડિતાઈનું રહસ્ય જે આ ઉચ્ચીકરણનો નિયમ તેને લેશ પણ સમજતા નથી.

પણ પ્રકૃત વિષયનો વિચાર ચલાવીએ; વ્યવહારના આચારમાં તો આથી પણ થોડે દરજ્જે પામર લોક આ મહાનિયમનું સ્વરૂપ કામ લાવે છે. એમ થવાથી વ્યવહારડાહ્યા લોકની સાવચેતીને લીધે ખરો અભેદ ભાવનારો આનંદ પામવાનું સાહસ જેમ થઈ શકતું નથી, તેમ પાપનાં માઠાં પરિણામથી પણ બચી જવાય છે એ ખરી વાત છે; છતાં જેમ વિદ્યાકલામાં તેમ આચારમાં પણ માણસોએ સામાન્ય અને હંમેશની વાતોને ખરી ઉચ્ચતાને ધોરણે પોહોચાડવી જોઈએ. આ સ્વાભાવિક નિયમ ઠરે છે.

લાલો રામલાલની ડાહી વાત સાંભળી જરા ડાહ્યો થઈ ગયો. રામલાલે બતાવેલું બીજા પ્રકારનું ચિત્ર–તેની દેવરૂ૫ બુદ્ધિના આધારરૂપ કર્મ- તેનાથી પાછો હઠવા લાગ્યો; જે મહા પ્રેમ યોગ્ય રીતે વાપરતાં મોક્ષમાર્ગે પહોચાડે તેમ છે તે પ્રેમના માર્ગથી પણ વિમુખ થવા લાગગ્યો. આત્માર્પણનો ગુણ ખશીને ધીમે ધીમે સ્વાર્થની જડતા પ્રસરવા લાગી. પૂર્વે કહેલી વાતનુંજ આ ઉદાહરણ ! આમ સંશયદોલા પર ચઢ્યે છતે પણ માને મૂકી દેવાની તેને હિંમત થઈ નહિ. ગુલાબસિંહની સલાહ તથા પોતાના મનના વલનને વશ થઈ જવાની બિહિકથી લાલાજી બે ત્રણ દિવસથી ગમે તેમ કરીને પણ પેલી મોહિનીરૂપ પૂતળીને મળતો નહિ. પણ ગુલાબસિંહને મળ્યા પછી રામલાલને મળ્યો તેની બીજી રાતે એના મનમાં એવો માર્મિક, સૂચક તથા