પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
આશામાં નિરાશા.

આનંદકારક સ્વપ્ન આવવા લાગ્યા કે જાગ્યા પછી તે સ્વપ્ન જાણે ગુલાબસિંહેજ પોતાના જાદુની શક્તિથી મોકલ્યાં હોય એમ તેને તાબે થઈ લાલાએ માને મળવાનો નિશ્ચય કર્યો; અને કાંઈ અમુક નિશ્રય બાંધ્યા વિના લાલો પોતાના મનના તુરતના તરંગને વશ થઈ ચાલી નીકળ્યો.

પ્રકરણ ૧૦ મું.

આશામાં નિરાશા.

એ પોતાના ઘરના આંગણામાં બેઠી હતી–પેલી નાની નટી. યમુના નદીનો વિસ્તીર્ણ પ્રવાહ વાંકાચુંકાં વલન લેઈ લેઈ કીનારે કીનારે એવો લપાઈ લપાઈને ચાલતો હતો કે જાણે પૃથ્વી માતાના પ્રસારેલા હાથમાં નાનું બાલક ગેલ કરી રહ્યું હોય ! જોનારની આંખને હર્ષના તેજથી પ્રફુલ્લ કરી દેતો હતો. ગામના પ્રૌઢ અમીર ઉમરાવો પોતાના શૌર્યની ઉન્મત્તતામાં આનંદ પામતા ધીમે ધીમે અશ્વને ખેલાવતા. તથા પોતાના બેસનારનું માહાત્મ્ય જાણી ઉલ્લાસથી સાભિપ્રાય કુદતા અશ્વની ગતિ નીહાળતા, ચાલ્યા જતા હતા. અહીં તહીં વૃક્ષની કુંજોમાં કોઈ ગોવાળીયા વાંસળીનાં તાન લલકારી રહ્યા હતા, અને કૃષ્ણલીલાનાં અપૂર્વ વર્ણનથી શ્રવણને પાવન કરતા હતા. કોઈ મોજમઝા કરનારની ટોળીઓ ઠઠ્ઠા મશ્કરી કરતી ગંમત રમતમાં કીનારે બેશી સુખ માણતી હતી. આમ વિવિધ જાતના ઉપભોગમાં મસ્ત થઈ રહેલા લોક કેવલ નિષ્કર્મ રહ્યા રૂપી શૂન્યતાના આનંદમાંજ મઝા માની રહ્યા હતા. આ બધુ માની નજરે રમી રહ્યું હતું, પણ તેની દૃષ્ટિ પેલી નદીના લાંબા ને લાંબા ચાલ્યા જતા આડા અવળા પ્રવાહ પર સ્થિર થઈ રહી હતી ! એના જેમ તેમ પહેરી લીધેલા તથા ગમે તેમ લટકતા પોશાક પરથી એના મનની એકાંત કલ્પનામાં જે તન્મયતા વ્યાપી હતી તેનું અનુમાન બની આવે એવું હતું. એના ગુંચળાંવાળા કાંઇક સુરખી મારતા વાળ ગમે તેવી રીતે ઢીલાઢીલા બાંધી લીધેલા હતા અને તેનો જુડો કસવામાં જે સોનેરી રંગનું નાડું વાપરેલું હતું, તેને મુકાબલે તેમનો રંગ વિશેષ ખીલી રહ્યો હતો. કોઈ લટ છૂટીને ગળા પર લટકી પણ રહી હતી. ઓઢેલી જાંબુ રંગની ઓઢણીના છેડા છાતી પર આવતી