પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
આશામાં નિરાશા.

મા, ઘણી ફીકી પડી જઈ મનમાં બબડવા લાગી. આ ગવૈયાની દીકરી પેલી બુઢ્ઢી કરતાં વહેમમાં પાછી હઠે તેવી ન હતી; એટલે, એવી મુગ્ધાના નિર્દોષ મનને નવે નવા કામવિકારને લીધે, જે વાત વધારે અનુભવી માણસો પ્રેમને નામે કે તે જાદુરૂપે જણયજ !

“વારું, વળી પેલો—અમીર એનાથી કેમ ડરી ગયો ? એણે આપણને હેરાન કરવાં કેમ મૂકી દીધાં ? એ એવો નરમ કેમ પડી ગયો ? આ બધી વાતોમાં શું જાદુ નથી ?”

“ત્યારે ” મા. ઘણાજ મધુર પણ પોતાના જ વિચારનો વ્યાઘાત થાય થાય તેવા શબ્દોથી બેલી ઊઠી “શું તું ખરેખર એમ માને છે કે મને જે હાલમાં એ તરફની નીરાંત છે તે એને લીધે છે ? હા, હા, એમજ હોવું જોઈએ છે. ચૂપ, બુઢ્ઢી ચૂપ; બોલ નહિ; મારા મનનો વિચાર ચાલવા દે. અરે ! મારે નસીબે તું અને મારૂં બિહીકણ મન બેજ મારી પાસે ક્યાંથી છો? રે ! સર્વપ્રકાશક સૂર્યનારાયણ ! તમે બધાં સ્થલને પ્રકાશ આપો છો,” પણ, પોતાના હૃદય પર ઘણા આવેશથી હાથ મુકી બોલી “આટલા ખુણાને અંધકારમાંજ રાખો છો. જા જા બુઢ્ઢી ! ચાલી જા : મને એકલી રહેવા દે.”

“તુ ન કહત તો પણ મારે જવુંજ છે, કેમકે ચૂલે મૂકેલો પૂડો ખરાબ થઈ જવા આવ્યો હશે, ને તેં તો સવારનું કાંઈ ખાધું પણ નથી. જો તું આમ લાંઘા ખેંચશે તો તારી કાન્તિ કરમાઈ જશે ને તને કોઈ પછી ચહાશે નહિ. જ્યારે આપણા ચહેરાનો રંગ બદલાય છે ત્યારે કોઈ આપણા સામું જોતું નથી, એનો મને પૂરો અનુભવ છે. એમ થતાં તારે પણ કોઈ મા મારી પેઠે બગાડવા માટે શોધી લેવી પડશે. લે હું તો મારે આ ચાલી પેલા પૂડાને તપાસવા.”

એની પૂઠ વળી કે મા સહજ મહોટેથી વિચારવા લાગી. “જ્યારથી એનું મારે ઓળખાણ થયું છે, જ્યારથી એની કાળી કાકીએ મને કામણ કર્યું છે, ત્યારથી હું હતી તે મટી ગઈ છું. હું જાણે મારી જાતથી પણ ડરીને છૂટી થવા ચાહું છું — સૂર્યનાં કિરણ ભેગી ભળીને પણ જાણે ટેકરીની ટોચે ચઢવા ઈચ્છું છું — કાંઈક જે આ દુનીયાનું ના હોય તે થવા ઈચ્છું છું. મારી નજર આગળ રાતે ભાતભાતના ખેલ જામ્યાં કરે છે, કોણ જાણે પ્રેત પિશાચ કે શાનાં ચિત્ર દેખું છું, અને મારા હૃદયમાં, કોઈ પક્ષીની પાંખથી થતા હોય