પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
ગુલાબસિંહ.


થઈ ગઈ ગુલાબસિંહ પણ ડોસા ડોશીનાં વખાણ તથા ઉપકારનાં વચનમાં ડુબી જતો રજા લઈ ચાલી નીકળ્યો. નીકળતાંજ બારણા બહાર માને એણે ઉભેલી જોઈ. એક હાથ લટકતો હતો ને બીજો હાથ કપાલે લગાડી વિચારની મુદ્રા કરી ઉભી હતી; મોં વિચારમાં ઉડી ગયેલું હતું; અને આંખોમાંથી ચોધાર આંસુ ચાલતાં હતાં. તે બોલી ઉઠી “મેહેરબાન ! મને એકલીને આમ રડતી મૂકીનેજ જશો કે !”

“રે ! રસ અને રસાયણથી, રે બાલા ! તને શું ફાયદો થાય તેમ છે ? તને જે મદદ કરે છે અને હજી પણ કરવાને તૈયાર છે તેના વિષે તું સહજમાં કુતર્ક બાંધતાં વાર લગાડતી નથી; તારે રોગ તો માનસિક છે, શારીરિક નથી. રો નહિ, બાલા ! રો નહિ. દર્દીને પણ પોષણ આપનાર ! દુઃખીનું મન વળાવનાર ! મારે તને ઠપકે દેવા કરતાં તારી વાતને પસંદ કરવી જોઈએ. ક્ષમા કરવી ! ખરેખર, આ જીવતર જે નિરંતર ક્ષમાને પાત્ર છે, તેમાં સર્વની પ્રથમ ફરજ એ જ છે કે ક્ષમા કરતાં રહેવું.”

“નહિ, નહિ, મને ક્ષમા કરશો નહિ; મને ક્ષમા ઘટતી નથી, હું તે માગતી નથી, કેમકે હાલ જો કે હું સમજું છું જે તમારા વિષે એવો કુતર્ક કરવો અયોગ્ય હતો, તોપણ મારાં અશ્રુ પશ્ચાત્તાપને લીધે નહિ, પણ આનંદને લીધે ઉભરાય છે. અહો ! આખાએ વિશ્વ કરતાં તને વધારે સારો, વધારે શુદ્ધ, વધારે પવિત્ર ન માનવો એ મને કેવું વિષમ થઈ પડે છે તેની તને ખબર પણ નથી. આપણાં પ્રેમપાત્રને જેમ આપણે આખા જગત્‌ કરતાં અધિક ગણીએ છીએ તેમ સર્વ રીતે, શરીરથી, મનથી, બુદ્ધિથી, પવિત્રતાથી, તે આખા જગત્‌ કરતાં અધિક હોય તો કેવો આનંદ આવે ! મને એથીજ ઓછું આવે છે. પણ જ્યારે મેં તને–ધનવાન્‌ને કુલીનને—તારા મેહેલમાંથી ગરીબની ઝુંપડી તરફ દુઃખીને મદદ કરવા આવતા જોયો;–જ્યારે મેં તારા ઉપર રેડાતી ગરીબ લોકની અગણિત આશિષો સાંભળી–ત્યારે હું મહા ઉચ્ચસ્થાને પહોંચી હોઉં એમ મને લાગવા માંડ્યું–તારી ભલાઈથી મને મારી જાત ભલી જણાવા લાગી–જે વિચારથી તારું રૂપ મને જરા પણ અણગમતું ન જણાય તેવા વિચારમાં આનંદિત થઈ હર્ષનાં આંસુ પાડવા લાગી !”

મા ! શું એક વૈદ્ય તરીકેના મારા કામથી આટલી બધી વાત ફલિત થાય છે ! હલકામાં હલકો હજામ પણ પોતાની રીતિ પ્રમાણે બદલો લેઈને