પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
સ્વાત્મદર્શન.

દવા આપેજ એમાં શી નવાઈ છે ! મેં બીજું કાંઈ લીધું નથી, છતાં કેવલ આશિષ્‌ એ પણ ક્યાં નાણાં કે બીજા કેઈ પ્રકારના બદલાથી ઉતરે તેમ છે !”

“ત્યારે તો મારી પણ પ્રાર્થના, આશિષ્‌, ઓછી કીમતની નહિજ હોય ! અહો તે પણ તું સ્વીકારીશજ.”

“અરે રમા !” ગુલાબસિંહ એકદમ આવેશમાં આવી જઈ બોલ્યો : “આખા વિશ્વમાં મને ખુશી કે નાખુશી પેદા કરી શકે તેવી તું એકલીજ છે.”

આટલું બોલતાં અટક્યો, અને એનું વદન ગંભીર થઈ ગયું. છતાં બોલ્યો : “અને તે એટલા માટે કે જો તું મારી સલાહ પ્રમાણે ચાલે તો હું ધારૂં છું કે હું તારા જેવી નિર્દોષ બાલાને સુખને રસ્તે ચઢાવું.”

“તારી સલાહ ! હું તે બધી માનીશ, પાલીશ, તારી નજરમાં આવે તેવી મને બનાવ. તું ન હોય ત્યારે, હુ એ નાનું બાલક બની જાઉં છું, દરેક જાતિના બનાવથી ડરૂં છું. તારી સાથે હોઉં છું ત્યારે મારો આત્મા ઉલ્લાસ પામે છે, અને આખું વિશ્વ શાન્ત અને પ્રકાશમય જણાય છે. તારાં દર્શન મને નિરંતર રહે એટલી વાતની હા કહે, હું માબાપ વિનાની, અજ્ઞાન અને એકલી છું.”

ગુલાબસિંહે પોતાનું મોં ફેરવી દીધું, પણ જરા વિચાર કરી ધીરજથી બોલ્યો “ભલે તેમ હો. પ્યારી બેહેન ! હું તને ફરી મળીશ.”

પ્રકરણ ૨ જું.

સ્વાત્મદર્શન.

હવે માના સુખમાં બાકી શી ! એનાં હૃદયચક્ષુ પરથી અંધકારનો પટ ખશી ગયો ! ચાલે છે પણ જાણે ઉડતી હોય તેમ ! એ સમયના હર્ષમાંજ કોઈ ગાન પણ આલાપતી હોય ! આ પ્રમાણે મા ઘર તરફ જતી હતી. વિશુદ્ધ સ્વભાવનાં મનુષ્ય જ્યારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે અવર્ણ્ય સુખ અનુભવે છે–પ્રેમાસ્પદની મહત્તા જાણી તેના કરતાં પણ અધિક સુખ