પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
ગુહ્યાગારનો દરવાજો.

લાગ્યા. ગુલાબસિંહનું નામ તો એનાથી કદાપિ વીસરાતુંજ નહિ, અને એ નામના સ્મરણથી આવા વિચારોને અતિશય ઉત્તેજન મળતું. આવા વિચારોમાં કાંઈ પણ નિશ્ચય કર્યા વિના ગામમાં ફરતે ફરતે, દિલ્હી શહેરની વચમાં ચહુઆણ રાજાએ નાના પ્રકારનાં ચિત્રના નમુના સંગ્રહેલા હતા તે સ્થાન સમીપ આવી ઉભો. જુદા જુદા ચિત્રકારનાં કરેલાં ચિત્ર જોતો જુદા જુદા આનંદના વિચારોમાં ગરક થઈ નીહાળતો હતો, કોઈએ ચિત્રેલી પ્રતિકૃતિઓની તાદૃશતાથી, કોઈએ કરેલી છબીઓની ભવ્યતાથી, કોઈની દૈવી મધુરતાથી–એમ આનંદ પામતો હતો. દુર્યોધનની સભામાં દ્રૌપદીનાં ચીર કૃષ્ણે પૂર્યા તે ચિત્ર જોઈ ઘણો રંજિત થઈ સ્તબ્ધ બની વિચારતો હતો, એવામાં એના ખભા પર કોઈનો હાથ પડ્યો, ને જુએ છે તો પોતાની પાસે બંદાને ઉભેલો જોયો.

“ચિત્ર તો સુંદર છે. પણ મને એ ચીતારાની કલ્પના પસંદ નથી.”

“મને એની કૃતિમાં દોષ જણાય છે, પણ કલ્પના તો સારી લાગે છે.”

“ઠીક” બંદાએ જવાબ દીધો, “એ બધો વેહેમ છે, ઘોડીઆમાં સુતા સુતાં બુઢ્ઢી ડોશીઓએ સંભળાવેલી હજારો ભૂતપ્રેતની વાતો આપણા આવા વિચારોનું મૂલ હોય છે. પણ ખરી કલામાં તો સત્ય વાતનુંજ વર્ણન આવવું જોઈએ. આવાં ચિત્ર મને તો ગમતાં નથી, કારણકે તે ચિત્રના વિષય મને અપ્રિય છે. દ્રૌપદી જેવી પતિવ્રતનું ડોળ કરનારી સ્ત્રી સંભવતીજ નથી; એ પણ એક માણસ ને માણસ.”

“ત્યારે ચિત્રવિદ્યાએ પોતાનો વિષય ક્યાંથી ઉપજાવવો ?”

“ઇતિહાસમાંથીજ, જરૂર ઈતિહાસમાંથી;–પણ સર્વની નજરે થઈ ગયેલા સા, હંમદ, કે હાબુદ્દીન જેવા કે તમારા પૃથ્વીરાજ જેવા ક્યાં નથી મળતા જે આવાં ટાયલાં શોધવા જવાં ?”

“ત્યારે તો આથી પણ ઉચ્ચભાવનાનાં જે ચિત્રો છે, ઈંદ્ર, વિરાટ, વરુણ, સૂર્ય, ઉષા ઈત્યાદિ તે પણ તમારે માન્ય નહિ હોય ?”

“નહિજ ! તમારો વિચાર તો વિલક્ષણ જણાય છે; તમે તેમને શું મનાવશો !”

“ત્યારે સ્થૂલ વિશ્વ અને તે સ્થૂલને અનુસરતી પદ્ધતિનું ઉચ્ચીકરણ ક્ચારે થવાનું ?”