પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
ગુલાબસિંહ.

જણાવા લાગી. ચિત્રને આમ તેમ પૂરવા માંડ્યું, પણ કાંઈ સંતોષ વળ્યો નહિ, આખરે પીછીં ફેંકી દીધી, બારી ઉઘાડીને બહાર જોયું; –લોકો કેવા આનંદમાં રમે છે, ફરે છે, હવા પણ કેવી સુંદર છે ! આશક માશુકને આનંદમાં જતાં જોયાં, ઇંગિતરૂપ અનુદિત વચનોથી વાત કરતાં નીહાળ્યાં ! સંસારની ઝલક એના જવાનીના તોરને મઝા મારવાને બોલાવવા લાગી; અને કોટડીના ચાર ખુણા જે પેહેલાં તો ત્રણે લોકોને સમાવવા જેવડા વિશાલ હતા તે હાલ કેદખાના જેવા સાંકડા જણાવા લાગ્યા :—રામલાલને અંદર આવવા દીધો !

ચિત્ર તરફ કેવલ તિરસ્કારની નજરથી જોતો રામલાલ બોલ્યો “અહો ! આજ પરાક્રમ કર્યું છે કે ? આનેજ માટે દિલ્હી શહેરની મઝેદાર ચાંદની તજીને રાતદિવસ ઓરડીમાં ભરાઈ રહ્યા હતા કે !”

“જ્યાં સુધી એ તાનની લહર હતી ત્યાં સુધી તો હું, જે ચાંદની તું કહે છે, તે કરતાં વધારે આલ્હાદક ચાંદનીમાં નહાતો હતો.”

“હવે એ તાન ગયું છે એમ તો તું કબુલ કરે છે, ત્યારે ઠીક છે, એ પણ અક્કલ ઠેકાણે આવવા લાગ્યાની નીશાની છે. વળી એમ પણ ધારૂં છું કે ત્રણ દહાડા સુધી આ રીતે કાગળ પર લીટા કરવા તે પણ બહાર ફરીને બેવકુફ બનવા કરતાં સારા છે. પેલી તારી મોહિની ?”

“એકદમ ચૂપ રહે. તારી જીભે એનું નામ લેવું એ વાતને હું ઘણી ધિક્કારૂં છું.”

'રામલાલ જરા લાલાજીની પાસે આવ્યો, ને ગંભીર મોં કરી, જરા આળસ મરડીને લાંબા પગ ઘાલી બેઠો. લાલાને એક મહોટું ભાષણ આપવાનો આરંભ કરતો હતો. એટલામાં કોઈએ બારણું ઠોક્યું અને અંદર આવવાનું કહેતા પહેલાં જ બંદાનુ બદસીકલ મોં અંદર જણાયું.

“સલામ દોસ્તો : લાલાજી ! મારે, તમને કાંઈ કહેવાનું છે. અહો ! આ શું ! તમે તો આ કામમાં જણાઓ છો ! મઝાનું છે હો, આકૃતિનું ખોખું; જરા છે વધારે ખુલતું, જમણો હાથ જરા વધી ગયો છે, આંખો જરાક ટાઢી પડે છે; નમુનો પણ બહુ ઉત્કૃષ્ટ નથી. સમવિષમતાના યોગ્ય