પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
ગુહ્યાંગારનો દરવાજો.

 મિશ્રણથી ચિત્રમાં આવતી ખુબી ઉપર તમે પૂરૂં ધ્યાન રાખ્યું નથી. જમણો પગ આગળ ધપાવ્યો છે ત્યારે જમણો હાથ પાછળ રાખવો હતો કે નહિ ! વાહ ! પણ પેલી ગાલે લગાડેલી કનિષ્ઠિકાની ખુબી ઓરજ છે !”

રામલાલને બંદાનો ઘણો તિરસ્કાર આવ્યો, કારણકે ધોરી રસ્તો મૂકીને આડે રસ્તે-દુનીયાં સુધારવા, કે કલ્પનાના કિલ્લા બાંધવા કે ગમે તે માટે–ફરનારા, રામલાલને મન સમાન રીતે તિરસ્કારને પાત્ર હતા. લાલાના મનમાં જે દુઃખ લાગતું હતું, ને જે રીતે તે સહન કરી રહેતો હતો, તે રામલાલ એના કંટાળી ગયેલા મોં પરથી સમજી શકતો હતો. આટલી મહેનત કર્યા પછી નમુનાનાં ને જમણા પગને હાથનાં ભાષણ સાંભળવા – ફક્ત ચિત્રવિદ્યાના એકડે એક સાંભળવા – આખી કલ્પનાની ભવ્યતા વિષે કાંઈ નજ વિચારવું – ને પરીક્ષાનું પરિણામ ફક્ત કનિષ્ઠિકાને વખાણવામાંજ આવી કરવું !

“જવા દો ને ભાઈ એમાં શા માલ છે.” લાલાએ પોતાના ચિત્ર પર પડદો નાખતાં કચવાઈને કહ્યું “એને જવા દો; તમારે મને શું કહેવાનું છે તે બોલો.”

“પ્રથમ તો પેલો ગુલાબસિહ ! મારા વિચારની નિંદા કરનારો ! હું નિંદા કરવા નથી ચહાતો, પણ બધી દુનીયાંના દુશ્મનની વાત તો જાહેર પાડવીજ જોઈએ, અમારી જમાતના હાથમાં આવે તો પછી બતાવીએ !” આમ બોલતાં બંદાની આંખમાથી અશ્મિ ઝરવા લાગ્યો ને એના દાંત કકડવા લાગ્યા.

“તમારે એને ધિક્કારવાનું કાંઈ નવું કારણ બન્યું છે ?”

“ત્યારેજ તો; મેં સાંભળ્યું છે કે જે બાલાને હું પરણવા ધારું છું તેની ઉપર એ નજર રાખે છે.”

“તમે પરણનાર ! કોને ?”

“પેલી જગજાણીતી માને ! ક્યા ખુબી–પરીજ છે ! અમારી જમાતમાં લઈ જઈશ તો છાવણીમાં મને કમાણી સારી થશે.”

રામલાલ જરા હસતે મોંએ પોતાની ખુશી બતાવવા લાગ્યો; લાલો ક્રોધ અને શરમથી ગંભીર ને લાલચોળ થઈ ગયો.

“તમે માને ઓળખો છો ! તમે એને મળ્યા છો ?”

“હજુ સુધી મળ્યો નથી, પણ હું જે કામ કરવાનું ધારૂં છે તે જ્યારે ધારૂં