પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
ગુહ્યાગરનો દરવાજો.

 મનના છો. માટે જે થાય તે કરી લેજો.” એમ કહીને લાલાના તરફ આંખો ઘુરકાવતો બંદો ચાલી નીકળ્યો.

રામલાલ ખડખડાટ હસી પડ્યો, “લાલાજી ! જો જો તારી માની તારા દોસ્તો કેવી કીંમત કરે છે ! વાહ ! વાહ ! આવા કૂતરાના મોંમાંથી એને પડાવવામાંજ તને ખુબ યશ મળશે, વાહ !”

લાલાજીનો મિજાજ એટલો બધો ગયો હતો કે રામલાલને જવાબ પણ દેવાઈ શક્યો નહિ, એટલામાં એક નવીન પરોણો આવી ઉભો. એ ગુલાબસિંહ પોતેજ હતો. આ માણસને જોતાંજ રામલાલના મન ઉપર ઘણી ભવ્ય અસર થઈ, અને એને ન ચાલતાં પણ માન આપવુંજ જોઈએ એમ તેને લાગ્યું; છતાં તે, બધું જણાવવાની મરજી ન હોય તેમ એકદમ “ચાલો લાલાજી પછી આપણે મળીશું ત્યારે” એમ કહીને ઉઠી ચાલતો થયો.

ચિત્રપત્ર ઉપરથી પડદો દૂર કરતાં ગુલાબસિંહે કહ્યું “વાહ વાહ ! તમે મારી શીખામણ અમલમાં આણી છે ખરી. હીંમત રાખવી જવાન ! હીંમત; આ નમુનો રૂઢિમાં ચાલતા આવેલા નમુનાઓનાથી કાંઈ નવીનજ છે; ખરી બુદ્ધિમાં જે પોતાની જ ઉપર દૃઢ વિશ્વાસ હોય છે તેનો આમાં પૂરો ચળકાટ છે. જ્યારે આ શુદ્ધ રમણીયતાનું સ્વરૂપ તારા ધ્યાનમાં ખડું થયું હશે ત્યારે બંદો કે રામલાલ કોઈ તારી પાસે નહિજ હોય !”

જેની કદરની કોઈ પણ અમૂલ્ય કીંમત માને તેવા પુરુષે ઉચ્ચારેલાં આવા અણચિંતવ્યાં સ્તુતિવાક્યથી પોતાની કૃતિની વધારે સારી ગણના કરતો લાલો નમ્રતાથી બોલ્યો “મારી કલ્પનાનો આજ સવાર સુધી મને સારો અભિપ્રાય હતો, પણ તે પછી તે તદ્દન બદલાયો.”

“એમ કહો કે નિરંતર પરિશ્રમ કરવાની ટેવ ન હોવાથી તમને થાક લાગી કંટાળો પેદા થયો.”

“હા, એમજ, ખરૂં પૂછો તો મને આ કોટડી બહારની રમત ગમતમાં ભળવાનું મન થઈ આવ્યું; મને એમ લાગવા માંડ્યું કે હું રમણીયતાની કલ્પનામાત્રમાં મારાં જોબન અને અક્કલ ગુમાવુંછું, ને વિશ્વમાં રહેલી રમણીયતાની તાદૃશ પ્રતિભાઓને વીસરી જાઉં છું. મારી બારી નીચેથી જતા